નવાવર્ષની શરૂઆતમાં જ અરવલ્લી જીલ્લાના મોડાસા નજીક આવેલા અમરાપુર ગામની યુવતીનો એક ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. અને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ દલિત મૃત યુવતીની વહારે બોલિવુડ અભિનેતા રિતેશ દેશમુખ આવ્યા છે. અને તેણે ટ્વીટ કરી આ મામલે ન્યાયની માંગણી કરી છે.
રીતેશ દેશમુખે પોતાના ટ્વીટમાં કહ્યું છે કે, ધર્મ અને જ્ઞાતિવાદને ભૂલીને આ ઘટનામાં દોષીઓને પણ જાહેરમાં લટકાવી દો. ગેંગરેપના આરોપીઓને છોડી ન શકાય.
A 19 year old was kidnapped, gangraped, murdered & hanged on a tree. Forget what religion she belonged to, forget what caste she belonged to.. just remember she was a young girl with an entire life of hope and aspirations ahead of her. Hang the culprits publicly. #JusticeForKajal
— Riteish Deshmukh (@Riteishd) January 10, 2020
ઉલ્લેખનીય છે કે, 31 ડિસેમ્બરે સાયરા ગામની આ યુવતી મોડાસા આવ્યા બાદ ગુમ થઈ હતી. લાંબી શોધખોળ બાદ પરિવારે મોડાસા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જો કે ત્રણ દિવસ પૂર્વે સાયરા ગામની સીમમાં વડ પર લટકતી યુવતીની લાશ મળી આવી હતી. યુવતીના પરિવારનો આક્ષેપ હતો કે, સામૂહિક બળાત્કાર બાદ તેમની દીકરીની હત્યા કરી વડ પર લટકાવી દેવાઈ છે.
આ ઘટના બાદ યુવતીના પરિવારજનોએ ન્યાય માટે મોડાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આગળ ધરણાં અને હલ્લાબોલ કર્યો હતો. વિરોધ, વિવાદ અને ધરણાં બાદ આખરે મોડાસા પોલીસે 4 લોકો સામે અપહરણ, દુષ્કર્મ અને હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. આ સાથે જ પરિવારે ત્રણ દિવસ બાદ લાશ સ્વીકારવા તૈયાર થયો છે. જો કે, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અમદાવાદની બીજે મેડિકલમાં યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. મૃતદેહ ડિકમ્પોઝ થતાં ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ પાસે પોસ્ટમોર્ટમ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
