Not Set/ જમ્મુ-કાશ્મીરનાં રાજૌરી સેક્ટરમાં સેનાને મળી મોટી સફળતા, એક આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિઓ સતત વધી રહી છે. આતંકવાદીઓ કોઈ મોટો હુમલો શોધી રહ્યા છે, પરંતુ ભારતીય સેના દ્વારા ખીણમાં એક પછી એક આતંકીઓનો સફાયો કરવામાં આવી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરનાં રાજૌરી સેક્ટરમાં મોડી રાત્રે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું, ત્યારબાદ સુરક્ષા દળોએ 1 આતંકવાદીને ઠાર માર્યો હતો. રાજૌરી સેક્ટરનાં કાલાકોટે વિસ્તારમાં સેનાને […]

India

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિઓ સતત વધી રહી છે. આતંકવાદીઓ કોઈ મોટો હુમલો શોધી રહ્યા છે, પરંતુ ભારતીય સેના દ્વારા ખીણમાં એક પછી એક આતંકીઓનો સફાયો કરવામાં આવી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરનાં રાજૌરી સેક્ટરમાં મોડી રાત્રે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું, ત્યારબાદ સુરક્ષા દળોએ 1 આતંકવાદીને ઠાર માર્યો હતો.

રાજૌરી સેક્ટરનાં કાલાકોટે વિસ્તારમાં સેનાને આતંકીઓ છુપાયેલા હોવાનું જાણવા મળ્યું હતુ. આતંકીઓની માહિતી મળતા સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યુ હતુ, ત્યારબાદ બંને તરફથી ફાયરિંગ શરૂ થયુ હતુ. સુરક્ષા દળોએ એન્કાઉન્ટર દરમિયાન એક આતંકીને ઠાર માર્યો હતો. એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે. મળતી માહિતી મુજબ 2 થી 3 આતંકવાદીઓ આ વિસ્તારમાં છુપાયેલા હોવાની સંભાવના છે. પોલીસે હજી સુધી માર્યા ગયેલા આતંકીની ઓળખ કરી નથી. પુંજ-રાજૌરી રેન્જનાં ડીઆઇડી વિવેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, સમગ્ર વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યો છે અને બંને તરફથી ગોળીબાર થઇ રહ્યો છે. સ્થળ ઉપર વધારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ડીઆઈજી વિવેક ગુપ્તાએ જણાવ્યું હતું કે તેમને કાલાકોટે વિસ્તારમાં કેટલાક આતંકીઓ છુપાયેલા હોવાની નક્કર માહિતી મળી હતી. આ આધારે સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. તેમણે જણાવ્યું હતું કે માર્યા ગયેલા આતંકી પાસેથી એક AK 47 રાઇફલ અને હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.