Bye 2020/ વર્ષનાં અંતમાં Google એ બનાવ્યુ એક શાનદાર Doodle

આઇટી કંપની ગુગલ ડૂડલ દ્વારા દરેક વિશેષ પ્રસંગની ઉજવણી કરે છે. નવા વર્ષને આવકારવા માટે, ગૂગલે વર્ષનાં અંતિમ દિવસે New Year‘s Eve 2020 નું ડૂડલ બનાવ્યું છે….

India

આઇટી કંપની ગુગલ ડૂડલ દ્વારા દરેક વિશેષ પ્રસંગની ઉજવણી કરે છે. નવા વર્ષને આવકારવા માટે, ગૂગલે વર્ષનાં અંતિમ દિવસે New Year‘s Eve 2020 નું ડૂડલ બનાવ્યું છે. જે ફટાકડા અને બલ્બથી સજ્જ છે.

Google अपने ऑनलाइन स्टोर में सभी प्रीमियम सेवाओं का विवरण देते हुए नया  'सब्सक्रिप्शन' पेज जोड़ता है,जानें - समाचार नामा

આ વિશેષ પ્રસંગે, ગૂગલે ડૂડલની મધ્યમાં એક ઘરની ડિઝાઇન બતાવી છે જેમાં એક ઘડિયાળ છે. આ ઘડિયાળની નીચે જ 2020 લખાયેલું છે, જે સૂચવે છે કે આ વર્ષનો સમય હવે સમાપ્ત થવાનો છે અને નવું વર્ષ આવી રહ્યું છે. જેવુ તમે આ ડૂડલ પર ક્લિક કરશો, તે તમને આગલા પૃષ્ઠ પર લઈ જશે જ્યાં સેવિબ્રેશનનું એનિમેશન આપવામાં આવ્યું છે. ઉપરાંત, તમને New Year‘s Eve થી સંબંધિત તથ્યો, આર્ટિકલ્સ અને માહિતી મળશે.

આ પહેલીવાર નથી જ્યારે ગૂગલે પોતાની રીતે કોઈ વિશેષ પ્રસંગની ઉજવણી કરી હોય. ગૂગલ ડૂડલ દ્વારા, ગૂગલ તેના હોમ પેજનાં લોગોને એક ટેમ્પરરી એનિમેશનથી બદલી નાખે છે. 1998 માં, ગૂગલે તેની પ્રથમ ડૂડલ બનાવી હતી. ત્યારથી, ગૂગલે છેલ્લા 22 વર્ષમાં દરેક વિશેષ પ્રસંગો પર ડૂડલ બનાવ્યુ છે. તે કોઈપણ તહેવાર, આનંદનો પ્રસંગ અથવા કોઈ મહાન વ્યક્તિની જન્મ તારીખ અથવા કોઈ ઐતિહાસિક ઘટના હોય, ગૂગલ દરેક પ્રસંગે ડૂડલ બનાવીને તેને ખાસ બનાવે છે.

Here Are Google Cool Tricks You Dont Know About It

ગૂગલ, વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન છે. જેની સપ્ટેમ્બર 1998 માં બે મિત્રો Larry Page અને Sergey Brin દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. લેરી અને સર્જેઇ કેલિફોર્નિયાની સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટીનાં પીએચડીનાં વિદ્યાર્થીઓ હતા. સર્ચ એન્જન ગૂગલનું નામ ‘ગૂગોલ’ શબ્દની ખોટી જોડણીને કારણે રાખવામાં આવ્યું છે. Google.com 15 સપ્ટેમ્બર, 1997 નાં રોજ ડોમેન નામ તરીકે નોંધાયેલ હતુ. શરૂઆતમાં, ગૂગલ વેબસાઇટ માટે સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટમાં એક પૃષ્ઠ બનાવવામાં આવ્યું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો