અમરેલી પંથકમાં મેઘાએ ધમાકેદાર એન્ટ્રી મારતા સર્વત્ર પાણી પાણી જેવા દ્રશ્યો સર્જાયા હોવનું સામે આવી રહ્યું છે. ખાસ કરીને વડિયા સહિત લગભગ સંપૂર્ણ જીલ્લામાં અસહ્ય ગરમી બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે. પવન અને વાદળોના ગડગડાટ સાથે વરસાદની તીવ્રતા વધેરે અને મોટા છાંટા, તેમજ કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.
અમરેલીનાં ખાંભા તાલુકાનું બોરાળા ગામ ભારે વરસાદને કારણે સંપર્ક વિહોણું બની ગયું હોવાનું સામે આવી રહ્યું છે. ભારે વરસાદને પગલે સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યું હોવાનાં કારણે ગામ સંપર્ક વિહોણું બની ગયું છે. પુરનાં કારણે ગામ બહાર અવર જવરનો રસ્તો બંધ થયો છે. જો કે આસપાસમાં આવેલા હનુમાનપુર સહિતનાં ગામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે આવી જ પાણી પાણીની સ્થિતિ જોવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
