Not Set/ ઈબ્રાહિમ અલી ખાને બહેન સારા ખાન સાથે યોગાસન કરતો ફોટો કર્યો શેર, જુઓ તેમનો આ અંદાજ

બોલિવૂડ અભિનેત્રી અમૃતા સિંહ અને સૈફ અલી ખાનનો પુત્ર ઇબ્રાહિમ અલી ખાન હંમેશા તેની સ્ટાઇલને લઈને ચર્ચામાં રહે છે. ફિલ્મોથી દૂર રહેવા છતાં પણ ઇબ્રાહિમ અલી ખાન ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર ઇબ્રાહિમ અલી ખાનનો એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તેની બહેન સારા અલી ખાન સાથે યોગા […]

Uncategorized

બોલિવૂડ અભિનેત્રી અમૃતા સિંહ અને સૈફ અલી ખાનનો પુત્ર ઇબ્રાહિમ અલી ખાન હંમેશા તેની સ્ટાઇલને લઈને ચર્ચામાં રહે છે. ફિલ્મોથી દૂર રહેવા છતાં પણ ઇબ્રાહિમ અલી ખાન ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર ઇબ્રાહિમ અલી ખાનનો એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તેની બહેન સારા અલી ખાન સાથે યોગા કરતા જોવા મળી રહ્યો છે.

આ ફોટામાં ઇબ્રાહિમ અને સારા બંનેની અંદાજ જોવા જેવો છે. તેના આ ફોટામાં બન્ને ભાઇ-બહેનો સાથે તેમનો ક્યૂટ કૂતરો પણ જોવા મળી રહ્યો છે. ઇબ્રાહિમ અલી ખાને આ ફોટો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કર્યો છે, જે દરેકનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે. આ તસવીર પોસ્ટ કરતા ઇબ્રાહિમે લખ્યું, “સંડે યોગ…” ફોટામાં સારા અને ઇબ્રાહિમ તેમના સવારનાં વર્કઆઉટ્સ માટે એકદમ સમર્પિત દેખાઈ રહ્યા છે.

View this post on Instagram

Sunday Yoga

A post shared by Ibrahim Ali Khan (@iakpataudi) on

ચાહકો પણ તેની આ તસવીર વિશે ઘણી ટિપ્પણીઓ કરી રહ્યા છે. જ્યારે ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે ઇબ્રાહિમ અને સારાનાં બોન્ડિગની પ્રશંસા કરી હતી, ત્યારે અન્ય યુઝર્સે તેમના અંદાજ પર ટિપ્પણી કરી હતી. અગાઉ ઇબ્રાહિમ અલી ખાને પોતાનો ફૂટબોલ રમતા સમયનો ફોટા પણ શેર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.