Not Set/ કોરોના વાયરસને હરાવવામાં સફળ રહ્યું ન્યૂઝીલેન્ડ, કેસ ન મળતા PM એ કર્યો ડાન્સ

આજે સમગ્ર વિશ્વ કોરોના વાયરસ નામનાં રોગચાળા સામે સંઘર્ષ કરી રહ્યું છે. અમેરિકા જેવો સુપર પાવર દેશ પણ કોરોનાથી અનિયંત્રિત બની રહેલી પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં સક્ષમ નથી. વિશ્વભરનાં વૈજ્ઞાનિકો કોરોના વાયરસ ચેપને રોકવા તેની દવાઓને શોધવાનો જ્યારે પ્રયાસ કરી રહ્યા છે, દરમિયાન ન્યૂઝીલેન્ડથી એક સારા સમાચાર સામે આવ્યા છે. આ દેશ હવે કોરોનાથી મુક્ત થઇ […]

World

આજે સમગ્ર વિશ્વ કોરોના વાયરસ નામનાં રોગચાળા સામે સંઘર્ષ કરી રહ્યું છે. અમેરિકા જેવો સુપર પાવર દેશ પણ કોરોનાથી અનિયંત્રિત બની રહેલી પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં સક્ષમ નથી. વિશ્વભરનાં વૈજ્ઞાનિકો કોરોના વાયરસ ચેપને રોકવા તેની દવાઓને શોધવાનો જ્યારે પ્રયાસ કરી રહ્યા છે, દરમિયાન ન્યૂઝીલેન્ડથી એક સારા સમાચાર સામે આવ્યા છે. આ દેશ હવે કોરોનાથી મુક્ત થઇ ગયુ છે.

આપને જણાવી દઇએ કે, ન્યૂઝીલેન્ડ કોરોના મુક્ત દેશ બની ગયું છે. ન્યૂઝીલેન્ડની હોસ્પિટલમાં દાખલ કોરોનાનો છેલ્લો દર્દી પણ સ્વસ્થ થતા તેને ઘરે મોકલી દેવામાં આવ્યો છે. છેલ્લા 17 દિવસથી દેશમાં કોરોનાનો કોઈ નવો કેસ સામે આવ્યો નથી. ન્યૂઝિલેન્ડનાં વડા પ્રધાન જેસિન્ડા અર્ડર્ને આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે હવે દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા ઘટીને શૂન્ય થઈ ગઈ છે.

એક સમાચાર એજન્સી અનુસાર, ન્યૂઝીલેન્ડનાં વડા પ્રધાને સામાજિક અને આર્થિક પ્રતિબંધને હટાવવાની ઘોષણા કરતા કહ્યું કે, હવે દેશ સામાન્ય સ્થિતિમાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, હવે દેશ પરત ફરવા તૈયાર છે. તેમણે કહ્યું, “અમારું કાર્ય હજી પૂરું થયું નથી. અમે કોરોના વાયરસનાં ચેપને સંપૂર્ણપણે રોકી દીધો છે, પરંતુ આ દિશામાં અમારા પ્રયત્નો ચાલુ રહેશે.” ન્યૂઝીલેન્ડનાં વડા પ્રધાને કહ્યું કે, તે ખૂબ ખુશ છે કે દેશમાં કોરોના ચેપ કેસનાં અંતનાં સમાચારો સામે આવ્યા છે જેને વ્યક્ત કરતા તેમણે ડાન્સ પણ કર્યો હતો.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.