Not Set/ PM મોદીએ ઈઝરાયલનાં વડા પ્રધાનન નેતન્યાહુને પાઠવ્યાં અભિનંદન, જાણો શું છે કારણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તેમના સમકક્ષ બેન્જામિન નેતન્યાહુને ઇઝરાઇલનાં વડા પ્રધાન તરીકે રેકોર્ડ પાંચમી વખત કાર્યભાર સંભાળ્યા બદલ અભિનંદન પાઠવ્યા છે. બન્ને નેતાઓએ કોવિડ-19 બાદ વિશ્વમાં ભારત અને ઇઝરાઇલ કેવી રીતે જોડાણ કરી શકે તેની ચર્ચા કરી હતી. PM મોદીએ ટ્વિટ કર્યું હતું કે, ‘મારા મિત્ર નેતન્યાહૂની સાથે ચર્ચા કરી કે કોવિડ-19 બાદ વિશ્વમાં […]

India

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તેમના સમકક્ષ બેન્જામિન નેતન્યાહુને ઇઝરાઇલનાં વડા પ્રધાન તરીકે રેકોર્ડ પાંચમી વખત કાર્યભાર સંભાળ્યા બદલ અભિનંદન પાઠવ્યા છે. બન્ને નેતાઓએ કોવિડ-19 બાદ વિશ્વમાં ભારત અને ઇઝરાઇલ કેવી રીતે જોડાણ કરી શકે તેની ચર્ચા કરી હતી.

PM મોદીએ ટ્વિટ કર્યું હતું કે, ‘મારા મિત્ર નેતન્યાહૂની સાથે ચર્ચા કરી કે કોવિડ-19 બાદ વિશ્વમાં ભારત અને ઇઝરાઇલ કેવી રીતે જોડાણ કરી શકે છે. મોદીએ કહ્યું કે, તેમણે પાંચમી વખત વડા પ્રધાન પદ સંભાળ્યા પર નેતન્યાહૂને અભિનંદન. વડા પ્રધાને કહ્યું કે, “આગામી દિવસોમાં ભારત-ઇઝરાઇલ જોડાણ વધુ મજબૂત બનશે.”

બુધવારે વડા પ્રધાન મોદીએ કંબોડિયાનાં વડા પ્રધાન હુન સૈન સાથે પણ ટેલિફોન વાતચીત કરી હતી. બંને નેતાઓએ કોરોના વાયરસ રોગચાળાને નાથવાનાં પગલાં તેમજ એક બીજાનાં દેશમાં ફસાયેલા લોકોને ઘરે પાછા લાવવા અંગે પણ ચર્ચા કરી. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, કંબોડિયા સાથે ભારતનો ઉંડો સાંસ્કૃતિક અને ઐતિહાસિક જોડાણ છે. કંબોડિયા એ આપણા વિસ્તૃત પાડોશી ક્ષેત્રનો મુખ્ય ભાગીદાર દેશ છે. મે દરેક ક્ષેત્રોમાં કંબોડિયાની સાથે પોતાના સંબંધોને વધુ મજબૂત કરવા માટે તેમને ભારતની પ્રતિબદ્ધતાથી અવગત કરાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.