વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તેમના સમકક્ષ બેન્જામિન નેતન્યાહુને ઇઝરાઇલનાં વડા પ્રધાન તરીકે રેકોર્ડ પાંચમી વખત કાર્યભાર સંભાળ્યા બદલ અભિનંદન પાઠવ્યા છે. બન્ને નેતાઓએ કોવિડ-19 બાદ વિશ્વમાં ભારત અને ઇઝરાઇલ કેવી રીતે જોડાણ કરી શકે તેની ચર્ચા કરી હતી.
PM મોદીએ ટ્વિટ કર્યું હતું કે, ‘મારા મિત્ર નેતન્યાહૂની સાથે ચર્ચા કરી કે કોવિડ-19 બાદ વિશ્વમાં ભારત અને ઇઝરાઇલ કેવી રીતે જોડાણ કરી શકે છે. મોદીએ કહ્યું કે, તેમણે પાંચમી વખત વડા પ્રધાન પદ સંભાળ્યા પર નેતન્યાહૂને અભિનંદન. વડા પ્રધાને કહ્યું કે, “આગામી દિવસોમાં ભારત-ઇઝરાઇલ જોડાણ વધુ મજબૂત બનશે.”
Had an excellent conversation with my friend PM @netanyahu about how India-Israel can collaborate in the post-COVID world. Also congratulated him for assuming the Prime Ministerial office for a record 5th time! India-Israel partnership will grow ever stronger in the days to come.
— Narendra Modi (@narendramodi) June 10, 2020
બુધવારે વડા પ્રધાન મોદીએ કંબોડિયાનાં વડા પ્રધાન હુન સૈન સાથે પણ ટેલિફોન વાતચીત કરી હતી. બંને નેતાઓએ કોરોના વાયરસ રોગચાળાને નાથવાનાં પગલાં તેમજ એક બીજાનાં દેશમાં ફસાયેલા લોકોને ઘરે પાછા લાવવા અંગે પણ ચર્ચા કરી. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, કંબોડિયા સાથે ભારતનો ઉંડો સાંસ્કૃતિક અને ઐતિહાસિક જોડાણ છે. કંબોડિયા એ આપણા વિસ્તૃત પાડોશી ક્ષેત્રનો મુખ્ય ભાગીદાર દેશ છે. મે દરેક ક્ષેત્રોમાં કંબોડિયાની સાથે પોતાના સંબંધોને વધુ મજબૂત કરવા માટે તેમને ભારતની પ્રતિબદ્ધતાથી અવગત કરાવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
