સમગ્ર ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેર કોરોનાના વધતા કેસને કારણે હોટસ્પોટ બન્યું છે. ત્યારે કોરોના વોરિયર એવા ડોક્ટરો પણ તેની ઝપેટમાં આવી ગયા છે. છેલ્લા 24 કલાકમાં શહેરનાં પોશ વિસ્તાર જેવાકે આંબાવાડી, સેટેલાઈટ, અને શાહીબાગ સહીત અન્ય વિસ્તારોના કુલ મળીને અનેક ડોકટરોનો રિપોર્ટ પોઝિટીવ આવતા આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચ્યો છે.
અમદાવાદમાં ડોક્ટર્સને કોરોના પોઝિટિવ આવવાનો સિલસિલો યથાવત છે. સતત ત્રીજા દિવસે અમદાવાદમાં 4 ડોક્ટર્સને કોરોના પોઝિટિવ આવ્યો છે. સતત બે દિવસથી 16 ડોક્ટર્સ સહિત નવા 4 એમ કુલ 20 ડોક્ટર્સને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
બુધવારે જે 4 નવા કોરોના પોઝિટિવ આવ્યા છે તેમાં બે મેલ ડોક્ટર અને બે મહિલા ડોક્ટરનો સમાવેશ થાય છે. આ ચાર ડોક્ટરમાંથી એક 25 વર્ષીય મહિલા ડોક્ટર શારદાબેન હોસ્પિટલ, જ્યારે ઘાટલોડિયામાં 47 વર્ષીય અને સેટેલાઈટમાં 34 વર્ષીય ડોક્ટરનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત આંબાવાડીમાં પણ 32 વર્ષીય ડોક્ટરનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.
