Not Set/ અમદાવાદ/ SVP હોસ્પીટલનો નર્સિંગ સ્ટાફ ફરી હડતાલ ઉપર

કોરોના ના કપરા કાળમાં અમદાવાદની SVP હોસ્પિટલ અવાર નવાર  વિવાદમાં આવી રહી છે. આજે ફરી એકવાર SVP હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ પગાર મુદ્દે હડતાલ પર ઉતરી આવ્યો છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં નથી આવી રહ્યાં. SVP હોસ્પિટલની બહાર 50 થી 60 નર્સિંગકર્મીઓ એકઠા થઇને વિરોધ નોધાવી રહ્યા છે. SVP અને મ્યુનિસિપલ કોર્પોરેશને પગાર અને […]

Ahmedabad Gujarat

કોરોના ના કપરા કાળમાં અમદાવાદની SVP હોસ્પિટલ અવાર નવાર  વિવાદમાં આવી રહી છે. આજે ફરી એકવાર SVP હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ પગાર મુદ્દે હડતાલ પર ઉતરી આવ્યો છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં નથી આવી રહ્યાં. SVP હોસ્પિટલની બહાર 50 થી 60 નર્સિંગકર્મીઓ એકઠા થઇને વિરોધ નોધાવી રહ્યા છે.

SVP અને મ્યુનિસિપલ કોર્પોરેશને પગાર અને તેના સિવાય દિવસ લેખે રૂપિયા આપવામાં આવશે તેવા કરેલા વાયદા પૂર્ણ ન થતા કર્મચારીઓ નારાજ થયા છે. હજી સુધી 150 જેટલા નર્સિંગના કર્મીઓને પગાર ચૂકવાયો નથી તેમ આ આરોગ્ય કર્મીઓએ જણાવ્યું હતું.

ત્યારે આ મહત્વનું છે કે છેલ્લા 3 દિવસમાં SVPનો સ્ટાફ બીજી વખત હડતાળ પર ઉતર્યો છે. આ મામલે મનપાએ અગાઉ યુડીએસ કંપનીને શો-કોઝ નોટિસ પણ પાઠવી હતી અને એક દિવસમાં જવાબ આપવા જણાવ્યું હતું. પરંતુ હજુ સુધી પગાર કાપવા મુદ્દે સ્પષ્ટતા ન થતાં કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.