Not Set/ વરસાદમાં માસ્કનો ઉપયોગ કેવી રીતે કરીશું..? નો ટેન્શન ..!! હવે આવી ગયા છે વોટરપ્રૂફ માસ્ક ….

કોરોના મહામારી વચ્ચે જીવન જીવવા માટે હવે માસ્ક શરીરનું એક જીવન જરૂરી પોશાક બની રહ્યું છે.હવે ચોમાસાની શરૂઆત થઈ રહી છે તેવામાં વરસાદ સામે માસ્ક કઈ રીતે પહેરવું એ લોકોને એક મૂંઝવણ સતાવી રહી હતી પરંતુ સુરતના એક વેપારીએ તે દૂર કરી નાખી છે.અને વોટરપ્રુફ માસ્ક તૈયાર કર્યા છે. કોવિડ 19 કોરોના રોગ હવે આપણા […]

Gujarat Surat

કોરોના મહામારી વચ્ચે જીવન જીવવા માટે હવે માસ્ક શરીરનું એક જીવન જરૂરી પોશાક બની રહ્યું છે.હવે ચોમાસાની શરૂઆત થઈ રહી છે તેવામાં વરસાદ સામે માસ્ક કઈ રીતે પહેરવું એ લોકોને એક મૂંઝવણ સતાવી રહી હતી પરંતુ સુરતના એક વેપારીએ તે દૂર કરી નાખી છે.અને વોટરપ્રુફ માસ્ક તૈયાર કર્યા છે.

કોવિડ 19 કોરોના રોગ હવે આપણા માટે સામાન્ય બની રહ્યો છે.અને હવે આપણે આ રોગનો સામનો કરતા જીવન જીવની ટેવ પડવાની છે.જેમાં કોરોના સંક્રમણ સામે માસ્ક સૌથી જરૂરી લોકોનું આજે નવું પોશાક બની ગયું છે.કોરોના ભારતમાં આવ્યા ત્યારથી અત્યાર સુધી અનેક પ્રકારના વિવિધ વેરિયેશન વાળા માસ્ક બજારમાં જોવા મળ્યા.પરંતુ તે વરસાદમાં કે પાણીમાં કામ ન આવી શકે તેવા હતા.હવે ચોમાસાની શરૂઆત થઈ રહી છે.અને કોરોનાનું સંક્રમણ પણ દિવસે દિવસે વધી રહ્યું છે ત્યારે લોકો વરસાદમાં માસ્કનો કેવી રીતે ઉપયોગ કરશે તે સમસ્યા ઉભી થઇ હતી પરંતુ સુરતના માસ્કના વેપારી વિરલ દાલિયાએ  ચોમાસાની ઋતુ ને ધ્યાને રાખી વોટરપ્રુફ માસ્ક તૈયાર કર્યા છે.આ માસ્ક ની વિશેષ ખાસિયત જ એ છે કે તેને પહેર્યા પછી માસ્ક પર પાણી અસર કરતું નથી સાથે પહેરનારને શ્વાસ લેવામાં કે અન્ય કોઈ પણ તકલીફ પડતી નથી.

આવનારા દિવસોમાં વરસાદી સિઝન જોર પકડાશે ત્યારે આ પ્રકારના માસ્ક જ લોકો માટે તાતી જરૂરિયાત થઈ પડશે.માસ્કની ડિઝાઇન બનાવનાર નેન્સી બોડાવાલાએ જણાવ્યું હતું કે આ માસ્ક ત્રણ જુદા જુદા લેયર સાથે બનાવમાં આવ્યું છે.જેમાં બહારથી પાણી માસ્કને અસર ન કરે તે રીતના આવરણનો ઉપયોગ કરાયો છે.જ્યારે અંદરની બાજુ પર કાપડનો ઉપયોગ કરાયો છે.અને વચ્ચે સ્પનચનો ઉપયોગ કરાયો છે.સાથે તેની ડિઝાઇન એ રીતે તૈયાર કરાઈ છે કે તેને પહેર્યા પછી આસપાસ થી પણ પાણી માસ્કની અંદર પ્રવેશ કરી ન શકે.હાલ તો આ માસ્ક એક જ ડિઝાઇનમાં બનાવમાં આવ્યા છે અને તે 100 રૂપિયાથી લઈ 150 રૂ સુધીની કિંમત સાથે માર્કેટમાં વહેંચાતા જોવા મળશે. ભારત દેશમાં સિઝન બદલાતી રહેશે પરંતુ કોરોના સામેનો જંગ તો લોકોએ લાંબો સમય સુધી લાડવો જ પડશે જેને લઇ ગમે તે સિઝન આવે માસ્ક ફરજીયત પહેરવું જ પડશે ત્યારે હાલની પરિસ્થિતિ જોતા આ પ્રકારના વોટરપ્રુફ માસ્ક લોકો માટે ખરેખર આશીર્વાદ સમાન સાબિત થશે.

ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યુઝ , સુરત 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.