કોરોનાના એપી સેન્ટર એવઅ અમદાવાદમાં કોરોના કેસ માં સતત વધારો જોવ મળી રહ્યો છે. એવામાં વરસાદનું પણ આગમન થયું છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંકલન સમિતિની બેઠક બોલવવા ધારાસભ્ય ગ્યાસદ્દીન શેખે માંગ કરી છે. તો ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખી સમિતિની બેઠક બોલાવવા માંગ કરી છે. શહેરમાં ફેલાઈ રહેલા કોરોનાના સંક્રમણ અને પ્રાથમિક સુવિધાના ગંભીર પ્રશ્નો અંગે ચર્ચા કરવા વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠક બોલાવવા ધારાસભ્યએ માંગ કરી છે.
સાથેજ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે નિવેદન આપતા કહ્યું કે અમદાવાદમાં કોરોના કરતા અન્ય બિમારીથી લોકો વધુ મરી રહ્યા છે અને ડેઝિગ્નેટેડ હોસ્પિટલો દર્દીઓને દાખલ કરવા આનાકાની કરે છે. તેઓએ વધુમાં કહ્યું કે અમદાવાદમાં ICU અને વેન્ટિલેટરની અછત છે મહત્વનું છે કે શહેરમાં ચોમાસાની શરૂઆત થઈ છે. ત્યારે વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવા સંકલન સમિતિની બેઠક કરવા ધારાસભ્યએ અપીલ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.
