Not Set/ રાજધાની દિલ્હીમાં કોરોનાનાં વધતા કેસ મામલે એક્શનમાં ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસે કહ્યુ અમે…

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે રાજધાની દિલ્હીમાં તમામ રાજકીય પક્ષોની કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે બેઠક બોલાવી છે. આ મીટીંગમાં કોરોના રોગચાળાને પહોંચી વળવા સંયુક્ત રીતે ચર્ચા કરવામાં આવશે. આ બેઠક માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બસપાનાં નેતાઓને આમંત્રણ અપાયું છે. બેઠકની શરૂઆત પહેલાં દિલ્હી કોંગ્રેસનાં પ્રમુખ અનિલ કુમારે કહ્યું કે, મને ગૃહ […]

India

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે રાજધાની દિલ્હીમાં તમામ રાજકીય પક્ષોની કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે બેઠક બોલાવી છે. આ મીટીંગમાં કોરોના રોગચાળાને પહોંચી વળવા સંયુક્ત રીતે ચર્ચા કરવામાં આવશે. આ બેઠક માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બસપાનાં નેતાઓને આમંત્રણ અપાયું છે.

બેઠકની શરૂઆત પહેલાં દિલ્હી કોંગ્રેસનાં પ્રમુખ અનિલ કુમારે કહ્યું કે, મને ગૃહ મંત્રાલય તરફથી સર્વપક્ષીય બેઠકમાં ભાગ લેવા માટેનું આમંત્રણ મળ્યું છે. હું મીટિંગમાં ભાગ લઈશ અને લોકો સૂચનો આપી શકશે, જે હું ગૃહ પ્રધાન સમક્ષ મુકીશ. તેમણે કહ્યું કે, તે બેઠકમાં સકારાત્મક સૂચનો આપશે. દિલ્હીમાં કોરોના વાયરસનાં કેસોની સંખ્યા 40 હજારને વટાવી ગઈ છે. વળી 1,300 થી વધુ લોકો આ રોગથી મૃત્યુ પામ્યા છે. આ બેઠક અંગે ગૃહ મંત્રાલયનાં એક અધિકારીએ કહ્યું કે, શાહ રાજકીય પક્ષો સહિત કોરોના રોગચાળાને પહોંચી વળવાનાં પગલા અંગે ચર્ચા કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.