Not Set/ રાજનાથ સિંહે નેપાળ સાથે ભારતનાં સંબંધને લઇને કહ્યુ, આપણા વચ્ચે રોટી-બેટીનો છે સંબંધ જેને કોઇ…

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સોમવારે ભાજપની ડિજિટલ રેલીમાં કહ્યું હતું કે, ભારત અને નેપાળ વચ્ચે રોટી-બેટીનો સંબંધ છે. તેમણે કહ્યું કે, જો કોઈ ગેરસમજ છે, તો તે વાતચીત દ્વારા ઉકેલી લેવામાં આવશે. રાજનાથસિંહે કહ્યું, ‘ભારત-નેપાળ વચ્ચે અસાધારણ સંબંધ છે, આપણા વચ્ચે રોટી-બેટીનો સંબંધ છે અને દુનિયાની કોઈ શક્તિ તેને તોડી શકશે નહીં. જો ભારત અને નેપાળ […]

India

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સોમવારે ભાજપની ડિજિટલ રેલીમાં કહ્યું હતું કે, ભારત અને નેપાળ વચ્ચે રોટી-બેટીનો સંબંધ છે. તેમણે કહ્યું કે, જો કોઈ ગેરસમજ છે, તો તે વાતચીત દ્વારા ઉકેલી લેવામાં આવશે.

રાજનાથસિંહે કહ્યું, ‘ભારત-નેપાળ વચ્ચે અસાધારણ સંબંધ છે, આપણા વચ્ચે રોટી-બેટીનો સંબંધ છે અને દુનિયાની કોઈ શક્તિ તેને તોડી શકશે નહીં. જો ભારત અને નેપાળ વચ્ચે કોઈ ગેરસમજ છે, તો અમે તેને વાતચીત દ્વારા ઉકેલીશું. ભારત-નેપાળ સરહદ મુદ્દે સંરક્ષણ પ્રધાને કહ્યું કે, લીપુલેખમાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા બનાવવામાં આવેલ રસ્તો ભારતીય સીમાની અંદર છે. તેમણે કહ્યું કે હું પૂરા વિશ્વાસ સાથે કહું છું કે નેપાળ અંગે ભારતનાં લોકોમાં ક્યારેય કડવાશ ન આવી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.