ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. બપોરે 12.57 વાગ્યે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપ 4.5 તીવ્રતા હતી. ભૂકંપનું કેન્દ્ર કચ્છથી 15 કિલોમીટર દૂર હતું. ભૂકંપ બાદ લોકો ઘરની બહાર આવ્યા હતા. રવિવારે કચ્છમાં 5.5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
આજે આવેલ ભૂકંપનું કેન્દ્ર ભુજના ભચાઉ પાસે હતું. ગઈકાલે રાત્રે આવેલા ભૂકંપનું કેન્દ્ર ભચાઉ નજીક હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગઈકાલ રાતથી અત્યાર સુધીમાં 11 નાના-મોટા ભૂકંપના આંચકા અનુભવાયા છે. લોકો ડરી ગયા છે અત્યારે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
નોંધનીય છે કે, ગઈ કાલે રાત્રે રાત્રે 8.13 વાગ્યે અમદાવાદ સહિત ગુજરાતમાં અનેક જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગુજરાતમાં 5.5 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કચ્છના ભચાઉથી 13 કિમી દૂર ભૂકંપનું એપી સેંટર નોંધાયું છે. ભૂકંપના કારણે ક્યાંક મકાનોમાં તિરાડ પડી તો ક્યાંક મકાનની છત તૂટી પડી છે.
સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર રાત્રે 8.13 કલાકે 5.3નો ભૂકંપ આવ્યા બાદ 8.19 કલાકે 3.1ની તીવ્રતા, 8.39 2.9 તીવ્રતા, 8.51 કલાકે 2.2 તીવ્રતા, 8.56 વાગે 2.5 તીવ્રતા, 10.02 વાગે 3.7 તીવ્રતા, 10.04 વાગે 2.5 તીવ્રતા, 1.46 કલાકે 1.6 તીવ્રતા, 3.53 કલાકે 1.6 તીવ્રતા, 3.55 કલાકે 1.4 તીવ્રતા, 3.58 કલાકે 1.7 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રાજ્યમાં ભૂકંપની સૌથી વધુ અસર અમદાવાદ અને રાજકોટમાં જોવા મળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
