Not Set/ કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કરી MLA જીગ્નેશ મેવાણી દ્વારા સભા યોજવામાં આવી, ફોટા થયા વાઇરલ..

વડગામમાં ગુજરાતનાં એક માત્ર અપક્ષ ધારાસભ્ય અને મારફાડ યુવા નેતા જીજ્ઞેશ મેવાણીએ કોરના કાળમાં પણ સભા યોજી હોવાની વિગતો સામે આવી રહી છે. જી હા, અપક્ષ MLA  જીગ્નેશ મેવાણીએ સભા યોજી હતી. ગઈકાલે વડગામનાં ફતેગઢમાં આ સભા યોજાઇ હોવાની વિગતો વિદિત છે. સભા યોજી તે પણ કોરનાની માર્ગદર્શીકાની વિપરીત જ છે, પરંતુ ધારાસભ્ય મેવાણી સભામાં પાછા માસ્ક વગર જોવા મળ્યા હોવાનો […]

Gujarat Others

વડગામમાં ગુજરાતનાં એક માત્ર અપક્ષ ધારાસભ્ય અને મારફાડ યુવા નેતા જીજ્ઞેશ મેવાણીએ કોરના કાળમાં પણ સભા યોજી હોવાની વિગતો સામે આવી રહી છે. જી હા, અપક્ષ MLA  જીગ્નેશ મેવાણીએ સભા યોજી હતી. ગઈકાલે વડગામનાં ફતેગઢમાં આ સભા યોજાઇ હોવાની વિગતો વિદિત છે. સભા યોજી તે પણ કોરનાની માર્ગદર્શીકાની વિપરીત જ છે, પરંતુ ધારાસભ્ય મેવાણી સભામાં પાછા માસ્ક વગર જોવા મળ્યા હોવાનો પણ ધટસ્ફોટ થઇ રહ્યો છે. 

વડગામનાં ધારાસભ્ય દ્વારા કોરોનાનાં કપરા કાળમાં સભા મેળાવડા પર પ્રતિબંધ છતાં સભા યોજી હોવાની વાતને ગઈકાલે યોજાયેલી સભાના વાયરલ થયેલા ફોટા સમર્થન આપી રહ્યા છે.  જ્યારે ગાઇડલાઇનની એસીતેસી કરીને જીજ્ઞેશ મેવાણીએ ગાઈડલાઈનનો ભંગ કર્યો છે, ત્યારે જોવની વાત તે છે કે, તમામને ફટકારતી પોલીસ અને તંત્ર શું કોઇ પગલા લે છે કે….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews