સાણંદ GIDCમાં યુનિચાર્મ કંપનીમાં ગઈકાલે લાગેલી આહ હજુ પણ બેકાબુ છે. હજુ પણ આગને ઠંડી પાડવાની કામગીરી યથાવત છે. 35 કરતા વધુ ફાયર બ્રિગેડની ગાડી અને 150 કરતા વધુ કર્મચારીઓની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવી રહ્યો છે અને હાલ 1 વરુણ પંપની પણ મદદ લેવામાં આવી રહી છે. પ્રાથમિક અનુસાર કંપનીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.
ફાયર વિભાગના 3 અધિકારીઓ ઘટનાસ્થળે છે અને ફાયરનો 35 થી વધુનો સ્ટાફ કામે લાગ્યો છે.
ઉલ્લેખનીય છે કે રોબોટની મદદથી કંપનીનો કેટલોક ભાગ અને મશીનરી બચાવવામાં પણ સફળતા મળી. આગને સંપૂર્ણ ઠંડી પડતા સાંજ જેટલો સમય લાગી શકે છે. જો કે રાહતની વાત એ છે કે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આગમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું છે.
આપને જણાવી દઈએ કે બુધવારે સવારે જાપાનની આ યુનિચાર્મ ઈન્ડિયા નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આ કંપની ડાયપર બનાવે છે. ડાયપર બનાવવામાં વપરાતા ગઢ કેમિકલના કારણે આગ પર કાબુ મેળવવામાં સમય લાગ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
