રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. એક કારચાલકે બાઈક સવારને અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
આપને જણાવી દઈએ કે રાજકોટના 80 ફૂટ રોડ પર એક કાર ચાલકે બાઈક સવારને અડફેટે લેતા બાઈક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. ઇજાના કારણે બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.
હાલ થોરાળા પોલીસે અજાણ્યા કારચાલક સામે ફરિયાદ નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
