જરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. ત્યારે રાજ્યમાં સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ મનપાના અનેક કોર્પોરેટરો કોરોનનો અડફેટે ચઢી ચૂક્યા છે. હવે વધુ એક અમદાવાદ મનપા કોર્પોરેટર કોરોનની ઝપટે ચડ્યા છે.
ભાજપના નવા વાડજ વિસ્તારના કોર્પોરેટર અને અમદાવાદ ના રીક્રીએશન, સાંસ્કૃતિક અને હેરીટેજ કમીટી ના ચેરમેન, એ.પી.એમ.સી. ના ડિરેક્ટર અને ગુજરાત ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ના સભ્ય, નવા વાડજ વોર્ડ ના મ્યુ. કાઉન્સીલર જીગ્નેશ પટેલને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. અને તેઓ કોરન્ટાઇન થયેલ છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અમદાવાદ મનપાના અનેક કાઉન્સિલરો કોરોના પોઝિટીવ આવી ચૂક્યા છે. જેમાં કોંગ્રેસનાં કાઉન્સિલર બદરૂદ્દીન શેખે કોરોના ને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
