ક્ચ્છમાં પાછલા કેટલાય દિવસથી રોજને રોજ નશીલા પદાર્થ ચરસનાં પેકેટ સેના દ્વારા શોધી કાઢવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં કચ્છમાંથી 800થી વધુ ચરસનાં પેકેટ શોધવામાં આવ્યા છે. આજે પણ આ સિલસિલો યથાવત જોવામાં આવી રહ્યો છે અને જખૌના દરિયામાંથી 17 ચરસના પેકેટ મળ્યા છે. મળેલા 17 પેકેટ BSFને બિનવારસી હાલતમાં મળ્યા હોવાથી તમામ ચરસનો જથ્થો કબ્જે કરવામાં આવી રહ્યો છે. BFS અને સેના દ્વારા આશંકા સેવવામાં આવી રહી છે કે આ વિસ્તારમાં હજી પણ મોટા પ્રમાણમાં માદક પદાર્થોનો જથ્થો ડમ્પ કરવામાં આવ્યો છે અને માટે જ સેના દ્વારા કચ્છના દરિયાકાંઠે સર્ચ ઓપરેશન યથાવત જોવામાં આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
