સુરતમાં બે વર્ષની માસૂમ બાળકીને ચોકલેટ આપવાના બહાને ખેતરમાં લઈ જઈ બળાત્કાર ગુજારનાર આરોપી શત્રુઘ્ન યાદવને સેશન્સ કોર્ટે મૃત્યુ સુધી જેલમાં રહેવાની સજા સંભળાવી હતી. તબીબી તપાસમાં નિર્દોષ બાળકીના શરીરમાં કુલ 12 અને આંતરિક ઇજાના 4 નિશાન મળી આવ્યા હતા. તબીબી પુરાવા, સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓનાં નિવેદનોથી આ કેસ વધુ મજબુત બન્યો હતો.
સુરતના મોટા વરાછા નજીક ઝૂંપડપટ્ટીમાં રહેતા એક પિતા દૈનિક વેતન મજૂર કામ કરનાર પિતા 11 માર્ચ 2019 ના રોજ સવારે 8 વાગ્યે કામ પર ગયા હતા. 11 વાગ્યે પત્ની ટિફિન આપવા આવી હતી. તે દરમિયાન પુત્રી અચાનક ગુમ થઈ ગઈ હતી.
ઘટનાની બાતમી મળતાં પિતા ઘરે આવ્યા હતા અને શોધખોળ શરૂ કરી હતી. મોડી રાત સુધી પુત્રીની કોઈ બાતમી મળી ન હતી. માતા-પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસની તપાસમાં પડોશી શત્રુઘ્ન યાદવની પોલ ખુલી ગઈ હતી.
સીસીટીવી ફૂટેજમાં આરોપી બાળકીને ઉપાડીને લઇ જતો હતો. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી બાળકીને અબ્રામા રોડ પર શેરડીના ખેતરમાં લઇ ગયો હતો અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને બાળકીને ત્યાં જ રડતી મુકીને ફરાર થઇ ગયો હતો. બીજા દિવસે બાળકી ખેતરમાં રડતી જોવા મળી હતી. કોર્ટે કહ્યું કે આરોપીને ફાંસી આપી શકાય છે, પરંતુ તેને પસ્તાવો કરવાની જરૂર છે અને સમાજમાં તેને ગંભીરતાથી લેવાની જરૂર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
