ખેડાનો ઐતિહાસિક દાંડી માર્ગ જે હાલમાં જ નવો બનાવવામાં આવ્યો હતો તે, પહેલા જ સામાન્ય વરસાદી પાણીમાં ધોવાય ગયો છે. જી હા, દાંડી માર્ગની સાઈડ અને મધ્યમાં ભુવા પડયા હોવાનું સામે આવી રહ્યુ છે. જે માર્ગ પર ચાલવાનું અંગ્રેજો પણ બંધ નહોતા કરાવી શક્યા તે માર્ગને ભ્રષ્ટાચારે કોઇ લાંબી કવાયત વીના જ આસાનીથી બંઘ કરવી દીધો છે.
ભુવા પડતાંની સાથે પોલીસે માર્ગમાં બેરીકેટ લગાવ્યા છે અને પોલીસ દ્રારા આ ભૂવાઓને પૂરવાનો વીડિયો વાયરલ થયો છે. કરોડોનાં ખર્ચે બનેલ માર્ગ પહેલા વરસાદમાં ધોવાયો હોવાની આ પહેલી ઘટના નથી, પરંતુ મહત્વની વાત એ છે કે, આ ગાંઘીનાં દમન વિરોધી ચળવળનો સાક્ષી દાંડી માર્ગ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
