Not Set/ આગામી 6 જુલાઇથી જામનગરની અદાલતમાં વિડિયો લિંક દ્વારા કોર્ટ કાર્યવાહીનો થશે પ્રારંભ

ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકારી તંત્રને આદેશ કરવામાં આવતાની સાથે જ તમામ તંત્રો લોકહિતનાં કામોમાં પૂર્વવત થઇ ગયાનું વિદિત થઇ રહ્યું છે. આગામી 6 જુલાઇથી જામનગરની અદાલતમાં વિડિયો લિંક દ્વારા કોર્ટ કાર્યવાહીનો પ્રારંભ થશે. જિલ્લા ન્યાયાલયમાં ગ્રાઉન્ડ ફલોરમાં આ માટે બે વિડિયો કોન્ફોરન્સ કોર્ટરૂમ ઉભા કરવામા આવશે.  ગુજરાત હાઇકોર્ટ દ્વારા 26 જુનના રોજ જાહેર કરવામાં આવેલા પરિપત્રના […]

Gujarat Others

ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકારી તંત્રને આદેશ કરવામાં આવતાની સાથે જ તમામ તંત્રો લોકહિતનાં કામોમાં પૂર્વવત થઇ ગયાનું વિદિત થઇ રહ્યું છે. આગામી 6 જુલાઇથી જામનગરની અદાલતમાં વિડિયો લિંક દ્વારા કોર્ટ કાર્યવાહીનો પ્રારંભ થશે. જિલ્લા ન્યાયાલયમાં ગ્રાઉન્ડ ફલોરમાં આ માટે બે વિડિયો કોન્ફોરન્સ કોર્ટરૂમ ઉભા કરવામા આવશે. 

ગુજરાત હાઇકોર્ટ દ્વારા 26 જુનના રોજ જાહેર કરવામાં આવેલા પરિપત્રના અનુસંધાને જામનગરના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક જજ દ્વારા પરિપત્ર જાહેર કરીને આ અંગેના નિયમો અને તકેદારી અંગે પગલાં લેવા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે અનુસાર અકસ્માત વળતર કેસ, ભરણ પોષણ કેસ, ઘરેલું હિંસા ધારણ કેસ તથા અન્ય ન્યાયીક હુકમ તળે રકમ ચુકવણી સંબધેના કેસની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ પ્રકારના કેસ ચલાવવા માટે બન્ને  પક્ષકારની સમંતી જરૂરી રહેશે. પરિપત્ર અનુસાર દૈનિક માત્ર પાંચ કેસની સુનવણી હાથ ધરવામાં આવશે. આ સુનવણી માત્ર વિડયો લીંક થકીજ કરવામાં આવશે. જો અત્યંત જરૂરી જણાય તો દરેક પક્ષકારના એક-એક વકિલને કોર્ટમાં ઉપસ્થિત રહેવા મંજૂરી આપવામાં આવશે. પરંતુ તેમણે સરકારના આરોગ્ય વિભાગના તમામ નિયમોનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે. 

આ વિડિયો લીંક અદાલત જામનગરના ન્યાયાલય સંકુલમાં ગ્રાઉન્ડ ફલોર પર બે અદાલત કાર્યરત કરવામાં આવશે. જેમાં એડિશનલ ડિસ્ટ્રીક કોર્ટ તથા એડિશનલ ચિફ જયુડિશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટ કાર્યરત રહેશે. આ વિડિયો લીંક અદાલતમાં તમામ વ્યવસ્થા પાલન, જાણવણી, સંચાલન અને અમલવારીની જવાબદારી કોર્ટ મેનેજરની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews