રાજ્યભરમાં હાલમાં ચોમાસાની ઋતુ જામી રહી છે, એવામાં મોરબી જિલ્લાના મોરબી, વાંકાનેર, હળવદ, ટંકારા અને માળીયા (મી.) તાલુકામાં સતત 3 દિવસથી મેઘરાજા વરસી રહ્યા છે. જો કે મંગળવારે રોજ રાત્રિથી વરસાદે વિરામ લીધો છે. ત્યારે હાલમાં મોરબી જિલ્લાના 10 ડેમોમાં સરેરાશ 40.31% પાણી ઉપલબ્ધ છે.
મોરબી જિલ્લાના તમામ જળાશયોની આંકડાકીય પરિસ્થિતિ જોઈએ તો, મચ્છુ-1 ડેમમાં કુલ 2435 MCFT પાણીના જથ્થાનો સમાવેશ થઇ શકે છે. જેમાં હાલમાં 619.54 MCFT એટલે કે 25.44% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. મચ્છુ-2 ડેમમાં કુલ 3104 MCFT પાણીના જથ્થાનો સમાવેશ થઇ શકે છે. જેમાં હાલમાં 1202.77 MCFT એટલે કે 38.74% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
જયારે મચ્છુ-3 ડેમમાં કુલ 282 MCFT પાણીના જથ્થાનો સમાવેશ થઇ શકે છે. જેમાં હાલમાં 204.076 MCFT એટલે કે 72.36% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. તો બંગાવડી ડેમમાં કુલ 130.08 MCFT પાણીના જથ્થાનો સમાવેશ થઇ શકે છે. જેમાં હાલમાં ડેમ ઓવરફ્લો થઇ જતા 130.08 MCFT એટલે કે 100% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
આ ઉપરાંત, ડેમી-1 ડેમમાં કુલ 783 MCFT પાણીના જથ્થાનો સમાવેશ થઇ શકે છે. જેમાં હાલમાં 281 MCFT એટલે કે 36% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ડેમી-2 ડેમમાં કુલ 753 MCFT પાણીના જથ્થાનો સમાવેશ થઇ શકે છે. જેમાં હાલમાં 233.82 MCFT એટલે કે 31.05% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જયારે ડેમી-3 ડેમમાં કુલ 339 MCFT પાણીના જથ્થાનો સમાવેશ થઇ શકે છે. જેમાં હાલમાં 22.95 MCFT એટલે કે 6.77% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
ઘોડાધ્રોઇ ડેમમાં કુલ 243 MCFT પાણીના જથ્થાનો સમાવેશ થઇ શકે છે. જેમાં હાલમાં 62.22 MCFT એટલે કે 25.6% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. બ્રાહ્મણી-1 ડેમમાં કુલ 2060 MCFT પાણીના જથ્થાનો સમાવેશ થઇ શકે છે. જેમાં હાલમાં 757.05 MCFT એટલે કે 36.75% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જયારે બ્રાહ્મણી-2 ડેમમાં કુલ સપાટી 44 છે જેમા 42 સુધી ભરાયોસે અેટલે કે 90% ડેમ ભરાયો છે
ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લાના દસેય ડેમોની આંકડાકીય સ્થિતિ જોતા સૌથી વધુ બંગાવડી ડેમમાં 100% પાણી ઉપલબ્ધ છે. જયારે સૌથી ઓછું ડેમી-3 ડેમમાં 6.77% પાણી ઉપલબ્ધ છે. જો કે મીડ જૂન સુધીમાં મોરબી જિલ્લાના ડેમોમાં સરેરાશ 33.99% પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો. જેની સાપેક્ષે હાલમાં 6.32% નવા નીરની આવક થઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
