Not Set/ સુરતમાં વધી રહ્યા છે કોરોનાના કેસ, 24 કલાકમાં 15 વિદ્યાર્થીઓ થયા પોઝિટિવ

સુરતમાં  શાળાઓમાં પાલિકા દ્વારા ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, 24 કલાકમાં 15 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા હતા.

Gujarat Surat
વિદ્યાર્થીઓ
  • સુરત શહેરમાં વધી રહ્યા છે કોરોનાના કેસ
  • શાળાઓમાં પાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યું ટેસ્ટિંગ
  • 24 કલાકમાં 15 વિદ્યાર્થીઓ આવ્યા હતા પોઝિટિવ
  • શાળામાં SOPપાલન પર પાલિકાની નજર
  • રાંદેરની પ્રેસિડેન્સી શાળામાં આરોગ્ય વિભાગની ટિમ દ્વારા ટેસ્ટિંગ

રાજ્યમાં કોરોનાના કેસો હવે નિયંત્રણ બહાર જઈ રહ્યા છે. રાજ્યની સ્કૂલોમાં પણ કોરોનાએ પગપેસારો કરી લીધો છે. સ્કૂલોના વિદ્યાર્થીઓ પણ હવે કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. રાજ્યની સ્કૂલોમાં અત્યાર સુધીમાં 100 કરતાં વધારે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત આવી ચૂક્યા છે. ત્યારે આવામાં સુરતમાં  શાળાઓમાં પાલિકા દ્વારા ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, 24 કલાકમાં 15 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા હતા. શાળામાં SOPપાલન પર પાલિકાની નજર છે. રાંદેરની પ્રેસિડેન્સી શાળામાં આરોગ્ય વિભાગની ટિમ દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :અમદાવાદમાં રહો છો તો સાચવજો! શહેરમાં વધુ 10 વિસ્તારો માઇક્રોકન્ટેનમેન્ટ ઝોનમાં ફેરવાયા

આપને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોમાં અંદાજે 100 કરતાં વધુ બાળકો સંક્રમિત થતાં વાલીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. પરિણામે, વાલીઓની સ્થિતિ કપરી બની છે. આ સંજોગોમાં સંચાલકો અને સરકાર શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરી ફરી ઓનલાઈન ચાલુ કરવાને બદલે વાલીઓના ભરોસે શાળાઓ ચલાવતા હોય એવું દેખાઈ રહ્યું છે. રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ રાજકોટના પ્રવાસ દરમિયાન દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘શાળામાં વાલીઓએ સહમતી પત્ર આપ્યા જ છે અને ફરીથી સંમતિપત્ર લેવામાં આવશે’.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 573કેસ નોંધાયા છે,જ્યારે અમદાવાદમાં સૌથી  વધુ 269કેસ  વડોદરામાં 41, આણંદમાં 14 કેસ, સુરતમાં 74  , રાજકોટમાં 18 કોરોનાના  કેસ  નોંધાયા છે .જ્યારે કોરોનાને માત આપીને સાજા થનાર દર્દીઓની સંખ્યામાં ઘટડોથઇ રહ્યો છે,છેલ્લા 24 કલાકમાં 102 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી  2દર્દીના મોત થયા છે.રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,30,588 પર  પહોચ્યો છે  . જયારેરાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,18,589 ને આસપાસ થઈ  છે.

આ પણ વાંચો :  ચોટીલા પોસ્ટ ઓફિસના બે કર્મીઓ સામે ડિપોઝીટરોના રૂ. 1.57 કરોડ ચાઉં કરી જતા સીબીઆઇમાં ફરીયાદ

PM નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને ડર, મૂંઝવણ અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. તો સાથે હેલ્થકેર અને ફ્રન્ટલાઈન કામદારોને બૂસ્ટર ડોઝ આપવામાં અંગે પણ જણાવ્યું હતું .  તેનું લોન્ચિંગ 10 જાન્યુઆરી, 2022થી શરૂ થશે. આ ઉપરાંત 60 વર્ષથી વધુ ઉંમરના ગંભીર રોગોથી પીડિત લોકોને પણ બૂસ્ટર ડોઝનો વિકલ્પ આપવામાં આવશે. તેઓ તેને ડોક્ટરની સલાહ પર લઈ શકે છે.

જ્યમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા

  • રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 573 કેસ
  • અમદાવાદમાં સૌથી વધુ 269 કેસ
  • સુરતમાં 74 કેસ નોંધાયા
  • વડોદરામાં 41 કેસ રાજકોટમાં 18
  • કચ્છમાં 16 આણંદમાં 14 કેસ
  • છેલ્લા 24 કલાકમાં 102 લોકો ડિસ્ચાર્જ
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 2371
  • રાજ્યમાં કોરોનાથી બે દર્દીનું મોત
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,30,588
  • રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,18,589

આ પણ વાંચો :8 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂનો સમય લંબાવાયો, રાજ્યમાં ઓમિક્રોનની ગંભીરતા ખૂબ ઓછી : આરોગ્યમંત્રી ઋષિકેશ

આ પણ વાંચો :ચુડાના ખાંડીયા ગામના યુવાનનું મૃત્યુ!પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો,પરિવારે હત્યાની શંકા વ્યક્ત કરી

આ પણ વાંચો :માવઠાની અસર: રાજ્યમાં હજુ બે દિવસ ઠંડીમાં થશે વધારો