ગુજરાત શિક્ષણ વિભાગ તરફથી એક ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં, ધોરણ-7નાં સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં મળેલી ભૂલના કારણે ખળભળાટ મચી ગયો છે. પુસ્તકના પ્રકરણ 16 જાતિગત ભિન્નતામાં ગંભીર ભૂલ સામે આવી છે. પુસ્તકમાં આંતરરાષ્ટ્રીય દોડવીર સરિતા ગાયકવાડના નામ અને તસ્વીરમાં ભૂલ કરવામાં આવી છે. સરિતા ગાયકવાડની જગ્યાએ વનિતા ગાયકવાડ અને તસ્વીર પણ અલગ છાપવામાં આવી છે. આ ઘટનાએ શિક્ષણ વિભાગના માથે મોટું કલંક લગાવ્યું છે.
ગુજરાતી માધ્યમની ધોરણ-7ની સામાજિક વિજ્ઞાનની પુસ્તકમાં આંતરરાષ્ટ્રીય દોડવીર સરિતા ગાયકવાડના નામ અને તસ્વીરમાં ભૂલ કરવામાં આવી છે. આ ભૂલના કારણે સરિતા ગાયકવાડના પ્રસંશકોમાં ભારે નારાજગી જોવા મળી છે.

આ પહેલીવારનો કિસ્સો નથી. અગાઉ પણ ધોરણ-6ના પાઠ્યપુસ્તકમાં છપાયેલા 33 જિલ્લામાંથી 7 જિલ્લા ગાયબ થતા મોટો વિવાદ સર્જાયો હતો. 2012માં આ પુસ્તક તૈયાર કરાયું હતું. જેમાં નવા જિલ્લાનો ઉમેરો કરવામાં આવ્યો નહોતો. ઉપરાંત ગીર-સોમનાથ, છોટાઉદેપુર સહિતના જિલ્લા ગાયબ હોવાની જાણકારી સામે આવી હતી.ધોરણ-6નાં પાઠ્યપુસ્તકમાં છબરડાની ઘટનાથી શિક્ષણજગતમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
