Not Set/ અમદાવાદ/ ગૃહકલેશના મામલે પતિને પત્નીને પહેલાં મળેથી ફેંકી નીચે, અને પછી…

અમદાવાદ શહેરમાં સામે આવી રહેલા ગૃહકલેશના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે, જેમાં પતિ અને પત્ની વચ્ચે ઝગડાઓમાં મારપીટ થતી હોય છે.. આ જ પ્રમાણે શહેરના મેઘાણીનાગર વિસ્તારમાં એક પરિણીતાને  તેના પતિ, સાસુ, સસરાએ ઉપરથી નીચે ફેંકી હત્યાનો પ્રયાસ કોશિશ કર્યો છે. આરોપી પતિ પત્ની ઉપર શંકા કરતો હતો પરંતુ પત્નીએ પતિના અન્ય યુવતી સાથે […]

Ahmedabad Gujarat

અમદાવાદ શહેરમાં સામે આવી રહેલા ગૃહકલેશના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે, જેમાં પતિ અને પત્ની વચ્ચે ઝગડાઓમાં મારપીટ થતી હોય છે.. આ જ પ્રમાણે શહેરના મેઘાણીનાગર વિસ્તારમાં એક પરિણીતાને  તેના પતિ, સાસુ, સસરાએ ઉપરથી નીચે ફેંકી હત્યાનો પ્રયાસ કોશિશ કર્યો છે. આરોપી પતિ પત્ની ઉપર શંકા કરતો હતો પરંતુ પત્નીએ પતિના અન્ય યુવતી સાથે સંબંધ પકડી પાડ્યા હતા.

પોતાના પતિના આડા સંબંધોની વાત સામે આવ્યા બાદ પત્નીથી ગુસ્સે થઈ આરોપીઓ દ્વારા આ કૃત્ય કરવા માં આવ્યું છે. જેમાં આ મહિલાને ઈજા પણ થઇ હતી.  ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર લઈને પરત ઘરે જઈ રહેલ આ મહિલાએ આરોપ સાથે ફરિયાદ દાખલ કરી છે કે તેના સાસુ, સસરા અને પતિએ પહેલા માળેથી તેને નીચે પટકી હત્યાની કોશિશ કરી છે.

મહિલાનો આરોપ છે કે તેના પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હતા. જે તેને મોબાઈલમાં પકડી પાડ્યું હતું. આ મામલે તેને પોતાના સસરા અને સાસુને જાણ કરી હતી. સાસુ સસરાને જાણ કરતા પતિ ઉશ્કેરાઈ ગયો અને પત્નીને માર મારી બબાલ કરવા લાગ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.