Not Set/ કડી પોલીસ સ્ટેશનમાંથી દારૂ સગેવગે કરવાના બહુચર્ચીત કેસમાં આરોપીનાં જામીન નામંજૂર

મહેસાણાનાં કડી પોલીસ સ્ટેશનમાંથી દારૂ સગેવગે કરવાના બહુચર્ચીત કેસ મામલે GRD ચિરાગ મથુરભાઈ પ્રજાપતિની જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. મહેસાણા સેશન્સ કોર્ટ દ્વારા ચિરાગ જામીન નામંજૂર કરી દેવામાં આવ્યા છે.  સેશન્સ કોર્ટના જજે પી.કંસારાની કોર્ટમાં દારુ સગેવગે કરવાના આરોપી GRD ચિરાગ મથુરભાઈ પ્રજાપતિ દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી. સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં રાખી જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. આરોપી પોલીસમાં હોવાથી અને બહોળી વગ ધરાવતા હોવાથી […]

Gujarat Others

મહેસાણાનાં કડી પોલીસ સ્ટેશનમાંથી દારૂ સગેવગે કરવાના બહુચર્ચીત કેસ મામલે GRD ચિરાગ મથુરભાઈ પ્રજાપતિની જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. મહેસાણા સેશન્સ કોર્ટ દ્વારા ચિરાગ જામીન નામંજૂર કરી દેવામાં આવ્યા છે. 

સેશન્સ કોર્ટના જજે પી.કંસારાની કોર્ટમાં દારુ સગેવગે કરવાના આરોપી GRD ચિરાગ મથુરભાઈ પ્રજાપતિ દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી. સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં રાખી જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. આરોપી પોલીસમાં હોવાથી અને બહોળી વગ ધરાવતા હોવાથી બહાર નીકળી કેસમાં હસ્તક્ષેપ કરી શકે છે તેવી આશંકાનાં કારણે જામીન નામંજૂર કરવામાં આવ્યા હોવાની વિગતો વિદિત છે. 

આપને જણાવી દઇએ કે, મહેસાણાનાં કડી પોલીસ સ્ટેશનમાંથી દારૂ સગેવગે કરવાના બહુચર્ચીત કેસ મામલે કુલ 9 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોધાયેલ હતી. અગાઉ PIઓ.એમ.દેસાઈની પણ જામીન અરજી નામંજૂર થઈ હતી.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews