આંતરરાષ્ટ્રીય રેસલર જ્હોન સીનાએ ઘણી હોલીવુડની ફિલ્મોમાં કામ કર્યું છે. તાજેતરમાં જ તેણે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનાં ફોટા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે. જો કે જોન સીનાએ પોતાની આદત મુજબ આ ફોટો સાથે કોઇ કેપ્શન લખ્યું નથી.
આ ફોટોમાં અમિતાભ બચ્ચન ટ્રેડિશનલ કપડામાં નજર આવી રહ્યા છે, ત્યારે અભિષેક બચ્ચન સૂટ પહેરેલા છે. જ્હોન સીના એક હોલીવુડ સ્ટાર છે જે ઘણી વાર બોલિવૂડની હસ્તીઓનાં ફોટા શેર કરે છે. આપને જણાવી દઇએ કે, અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યા બાદ બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન પણ કોવિડ-19 પોઝિટિવ હોવાનું જણાયું હતું.
જો કે, આ બંને હોમ ક્વોરેન્ટાઇનમાં છે. વળી અમિતાભ અને અભિષેકને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. અભિષેકે ટ્વીટ કર્યું, ‘ઐશ્વર્યા અને આરાધ્યાનાં કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. બંને હોમ ક્વોરેન્ટાઇન પર રહેશે. બીએમસીને તેમની માહિતી આપવામા આવી છે. બાકીનાં ઘરનાં બધા સભ્યો અને મારી માતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તમારા દરેકની પ્રાર્થના બદલ આભાર.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
