Not Set/ Viral Video/ ગીરનાં જંગલમાં ભેંસનાં ટોળાને જોઇ સિંહણે કર્યો હુમલાનો વિચાર, પછી જે થયુ…

વાઇલ્ડલાઇફ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. જંગલ સફારી દરમિયાન તમે ઘણા સિંહ અને અન્ય પ્રાણીઓનાં શિકારનાં વીડિયો જોયા હશે. આ વખતે ગુજરાતનાં ગીર જંગલમાં સિંહણ અને ભેંસ વચ્ચે એક વિચિત્ર યુદ્ધ જોવા મળ્યું. ભેંસ સિંહણની પાછળ પડી અને તે ભાગી ગઈ. આ વીડિયો એકદમ જૂનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, […]

Videos

વાઇલ્ડલાઇફ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. જંગલ સફારી દરમિયાન તમે ઘણા સિંહ અને અન્ય પ્રાણીઓનાં શિકારનાં વીડિયો જોયા હશે. આ વખતે ગુજરાતનાં ગીર જંગલમાં સિંહણ અને ભેંસ વચ્ચે એક વિચિત્ર યુદ્ધ જોવા મળ્યું.

ભેંસ સિંહણની પાછળ પડી અને તે ભાગી ગઈ. આ વીડિયો એકદમ જૂનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ ભારતીય વન સેવાનાં અધિકારી સુશાંત નંદાએ આ વીડિયો પોસ્ટ કર્યો છે અને તે ફરી વાયરલ થયો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે લોકો ગીરનાં જંગલમાં એક જીપગાડીમાં જંગલ સફારી પર નીકળ્યાં હતાં. તેમને રસ્તામાં સિંહણ દેખાઇ ત્યારે ડ્રાઇવરે કાર રોકી દીધી. સિંહણ રસ્તામાંથી બહાર આવી અને નજીકમાં એક ભેંસનું ટોળું જોયું. હુમલો કરવાની નજીક આવતાની સાથે જ એક ભેંસ તેની પાછળ દોડી ગઈ અને તેને દૂર સુધી દોડાવી ગઈ. ડરથી સિંહણ જંગલની અંદર ભાગી ગઇ અને ભેંસ પાછી ફરી. આ દરમિયાન એક માણસ ભેંસની પાછળ દોડતો પણ જોવા મળ્યો હતો. તે ભેંસને રોકવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.