વિદ્યા બાલનની આગામી ફિલ્મ ‘શકુંતલા દેવી’ નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ફરી એકવાર વિદ્યા નવા અવતારમાં દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. તે તેની શાનદાર અભિનયથી ટ્રેલરમાં છવાયેલી છે. સાન્યા મલ્હોત્રા અને અમિત સાધ જેવા કલાકારોએ પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. મૂવી 31 જુલાઈએ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે.
આ ફિલ્મમાં વિદ્યા વિશ્વ વિખ્યાત ગણિતશાસ્ત્રી શકુંતલા દેવીની ભૂમિકા ભજવશે, જેમણે રાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યો છે. તેમને ખૂબ જ ઝડપી ગણતરી કરવાની ક્ષમતા માટે “હ્યુમન કમ્પ્યુટર” કહેવાતા. આ ટ્રેલરમાં વિદ્યાએ શકુંતલાના જીવનના ઉતાર-ચડાવને સંપૂર્ણ રીતે રજૂ કર્યા છે.
ટ્રેલર પહેલા વિદ્યાએ શેર કરી હતી આ પોસ્ટ
એમેઝોન પ્રાઇમ વીડિયોએ તેના સોશિયલ મીડિયા પર આ પોસ્ટર શેર કર્યું છે અને લખ્યું – Only 2 x 2 x 2 x 3 x 3 x 5 મિનિટ ટ્રેલર માટે બાકી છે, 31 જુલાઈએ એમેઝોન પ્રાઇમ પર શકુંતલા દેવીને મળો.
આ પહેલા વિદ્યા બાલને મોશન પોસ્ટર બહાર પાડ્યું હતું અને કહ્યું- જીનિયસને મળવા તૈયાર થઈ જાવ. ટ્રેલર આવતીકાલે રિલીઝ થશે. 31 જુલાઈથી એમેઝોન પ્રાઈમ પર શકુંતલા દેવીને મળો.
રાષ્ટ્રીય એવોર્ડ મેળવી ચુક્યા છે શકુંતલા દેવીએ
આ ફિલ્મ માટે રાષ્ટ્રીય એવોર્ડ મેળવનારી અભિનેત્રી વિદ્યા બાલન વિશ્વવિખ્યાત ભારતીય ગણિતના જીનિયસની ભૂમિકા નિભાવી રહી છે, જે ‘હ્યુમન કમ્પ્યુટર’ તરીકે જાણીતી છે. શકુંતલા દેવીમાં સન્યા મલ્હોત્રા શકુંતલા દેવીની પુત્રીના રૂપમાં જોવા મળશે. શકુંતલા દેવીનો તેમની પુત્રી સાથેનો સંબંધ તદ્દન જટિલ છે, પરંતુ અનોખો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
