સુશાંત સિંહ રાજપૂત – રિયા ચક્રવર્તી ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલા નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમના 20 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. એક અહેવાલ મુજબ, એનસીબી સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે છેલ્લા એક અઠવાડિયામાં એનસીબીના સંપર્કમાં આવેલા તમામ લોકોની તપાસ કરવામાં આવી રહી છે.
આ લોકોમાં અભિનેત્રીઓ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને શ્રદ્ધા કપૂર પણ શામેલ છે. બધા લોકોને જલ્દીથી તેમનો કોરોના ટેસ્ટ કરાવી લેવાનો રહેશે.
નોંધપાત્ર વાતએ છે કે, કોરોના પોઝિટીવ લોકોમાં એનસીબી કર્મચારીઓ અને કેટલાક અધિકારીઓ શામેલ છે. 20 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તપાસ ચાલુ રાખવા એનસીબી સમક્ષ સમસ્યા ઉભી થઈ હતી.
આ પછી, સોમવારે સાંજે, અમદાવાદ, ઈન્દોર, બેંગલુરુ અને ચેન્નાઈના એનસીબી અધિકારીઓને મુંબઇ બોલાવવામાં આવ્યા છે, જેઓ હાલમાં ક્વોરન્ટીન છે. હાલમાં જે લોકો કોરોના પોઝિટિવ મળ્યાં છે, તેઓમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા નથી.
ઉલ્લેખનીય છે કે, આની અગાઉ પણ NCBની ટીમનાં કુલ 4 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતાં. એક ડ્રગ પેડલર પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. મુંબઈ બહારથી આવેલ અધિકારીને ગેસ્ટહાઉસમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં છે. આની સાથે જ દીપિકા પદુકોણ, શ્રદ્ધા કપૂર, રાકુલ પ્રીત સિંહ તથા સારા અલી ખાનને પણ ટેસ્ટ કરાવવા માટેનું કહેવામાં આવ્યું છે. કોરોના ગ્રસ્ત જોવા મળેલ લોકોમાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
