Not Set/ અમદાવાદ બાદ હવે સુરતમાં પણ માસ્ક ન પહેરવા પર રૂ.500નો દંડ

કોરોના વાઈરસના વધતાં કહેર વચ્ચે કોરોના સામે ઢાલ ગણાતા માસ્ક નહીં પહેરનાર ઉપર વિવિધ મનપા દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે. હવે માસ્ક નહીં પહેરનાર પાસેથી 200 ના સ્થાને વિવિધ મનપા દ્વારા 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. અમદાવાદમા કોરોના સામે  લડવા માટે માસ્ક નહિ  પહેરનાર માટે 500 રૂપિયાનો દંડ નક્કી કરવામાં આવ્યો છે. […]

Gujarat Surat
કોરોના વાઈરસના વધતાં કહેર વચ્ચે કોરોના સામે ઢાલ ગણાતા માસ્ક નહીં પહેરનાર ઉપર વિવિધ મનપા દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે. હવે માસ્ક નહીં પહેરનાર પાસેથી 200 ના સ્થાને વિવિધ મનપા દ્વારા 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. અમદાવાદમા કોરોના સામે  લડવા માટે માસ્ક નહિ  પહેરનાર માટે 500 રૂપિયાનો દંડ નક્કી કરવામાં આવ્યો છે. જેને પગલે હવે સુરત ખાતે પણ માસ્ક નહીં પહેરનાર પાસેથી રૂપિયા 500 નો દંડ વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું છે. સાથે સાથે વડોદરામાં માસ્ક નહિ પહેરવા બદલ રૂપિયા 500નો દંડ આજથી કરી દેવામાં આવ્યો છે. અત્યાર સુધી રૂ.200 દંડ લેવાતો હતો.

સુરત ખાતે કોરોના સંક્રમણની સાથે કેસ વધી રહ્યા છે. બીજી બાજુ લોકો કોરોના ફેલાતો અટકાવવા સાવધાની રાખવામાં બેદરકારી રાખી રહ્યા છે અને ખાસ તો માસ્ક પહેરવા જાગૃતિ રાખતા નથી.

લોકો ફરજિયાત ફેસ માસ્ક પહેરતા થાય તે માટે ગઈકાલે કોર્પોરેશન દ્વારા એક જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું અને રૂ.500નો દંડ લેવાનું ફરમાન જારી કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.