Not Set/ બિગ બોસ 13 ની હિમાંશી ખુરાનાએ કરાવ્યો કોરોના ટેસ્ટ, પોઝિટીવ હોવાની અફવાઓ પર એક્ટ્રેસ આપ્યો આ જવાબ

કોરોના વાયરસ હવે ફિલ્મ અને ટીવી ઉદ્યોગમાં પણ દસ્તક આપી ચુક્યો છે. તાજેતરમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય અને આરાધ્યાને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. અનુપમ ખેરના પરિવારજનો પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. આ બાદ ટીવી અભિનેતા પાર્થ સમથાન, અભિનેત્રી શ્રેણું  પરીખે પણ સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો કે કોવિડ -19 પોઝિટીવ છે. […]

Uncategorized

કોરોના વાયરસ હવે ફિલ્મ અને ટીવી ઉદ્યોગમાં પણ દસ્તક આપી ચુક્યો છે. તાજેતરમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય અને આરાધ્યાને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. અનુપમ ખેરના પરિવારજનો પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. આ બાદ ટીવી અભિનેતા પાર્થ સમથાન, અભિનેત્રી શ્રેણું  પરીખે પણ સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો કે કોવિડ -19 પોઝિટીવ છે. હવે બિગ બોસ 13 ની હિમાંશી ખુરાનાએ તેનો કોરોના ટેસ્ટ કરાવ્યો છે અને લોકોને તેના રિપોર્ટ અંગે અફવા ના ફેલાવવાની અપીલ કરી છે.

હિમાંશી ખુરાનાની મેનેજર નિધિ, જે તેની સાથે રહે છે, તેને દરેકને અપીલ કરી છે કે તેણીની કોરોના પોઝિટિવ હોવાની અફવાઓ ન ફલાવો. તેણે ટ્વીટ કરી લખું- “હિમાંશી છેલ્લા બે દિવસથી ઠીક નથી લાગતી. કોરોના ટેસ્ટ કરાવ્યો છે. રીપોર્ટની રાહ જોઈ રહી છે. રીપોર્ટ આવતાની સાથે જ બધાને જાણ કરવામાં આવશે. સલામત રહો. આભાર.