બુધવારે રાજકુમાર રાવ, કાજોલ, જ્હાનવી કપૂર, નવાઝુદ્દીન સિદ્દીકી જેવા બોલીવુડના ઘણા સ્ટાર્સે સોશિયલ મીડિયા પર નેટફ્લિક્સ વિશે પોસ્ટ કર્યું હતું. દરેક વ્યક્તિએ તેમનો વિડીયો શેર કર્યો અને નેટફ્લિક્સને પૂછ્યું કે તે દરેક વસ્તુને ક્યાં સુધી છુપાવશે. આ સાથે તેમણે #ComeOnNetflix નો પણ ઉપયોગ કર્યો. આનાથી ચાહકોને સમજાયું કે નેટફ્લિક્સ આ સ્ટાર્સ સાથે સંબંધિત ફિલ્મોની ઘોષણા કરી શકે છે અને હવે તેવું થયું છે.
નેટફ્લિક્સ પર આવશે લુડો
રાજકુમમાર રાવ અને ફાતિમા સના શેખ અભિનીત ફિલ્મ લુડો નેટફ્લિક્સ પર જોવા મળશે. રાજકુમારે ખુદ તેના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આની ઘોષણા કરી હતી. રાજકુમારે અનુરાગ બાસુના નિર્દેશનમાં બનેલી ફિલ્મ લુડોમાં એક સીન શેર કરતી વખતે આ જાહેરાત કરી છે. આ મોશન ફોટોમાં તમે રાજકુમારને એક અલગ જ લુકમાં જોઇ શકો છો. તેનો લુક એક ટાપોરી આદમી જેવો લાગે છે. તેની સાથે ફાતિમા સના શેખ પણ છે, જેણે ખૂબ જ સુંદર લાલ ડ્રેસ પહેરેલો છે અને તેની સાથે એક બાળકપણ જોવા મળે છે. સાથે સાથે બીજા કેટલાક લોકો પણ જોવા મળી રહ્યા છે.
જણાવીએ કે આ સીન શેર કરતા, રાજકુમારે લખ્યું – દેખીએ 4 ખિલાડીઓ કો અપની કિસ્મત કો એક એસે ગેમ મેં આજમાતે હુએ જહા કુછ ભી સંયોગ નહીં હૈ ઓર સબકુછ પ્લાન કિયા હુઆ હૈ. લુડો જલ્દ નેટફ્લિક્સ પર.
આપને જણાવી દઈએ કે અભિષેક બચ્ચન, સન્યા મલ્હોત્રા, આદિત્ય રોય કપૂર, પકજ ત્રિપાઠી, રોહિત સરાફ અને ટીવી અભિનેત્રી આશા નેગી, ડિરેક્ટર અનુરાગ બાસુની ફિલ્મ લુડોમાં રાજકુમાર રાવ અને ફાતિમા સના શેખ સાથે જોવા મળશે. આ ફિલ્મની રિલીઝ ડેટની ઘોષણા હજુ સુધી કરવામાં આવી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
