કહેવાય છે કે ઝડપની મજા, મોતની સજા… બનાસકાંઠામાં પણ કઇંક આવું જ થયું છે. પાલનપુરના ચિત્રાસણી-બાલારામ બ્રિજ પર પુરઝડપે જઇ રહેલા એક કાર ચાલકે અચાનક જ કાર પરનો કાબુ ગુમાવ્યો અને કાર બ્રિજની રેલીંગ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જે બાદ કાર એ રીતે રેલીંગમાં ફસાઇ ગઇ કે, કાર અને મૃતદેહને કાઢવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી.
આ મામલે મળતી માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના ચિંત્રામણી બાલારામ બ્રિજ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. કાર બ્રિજ પર જઈ રહી હતી ત્યારે અચાનક ડિવાઈડર પર ચડી ગઈ હતી જેના કારણે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્મતમાં એટલો ગમખ્વાર હતો કે, તેમાં ત્રણ લોકોનાં મોત નિપજ્યાં હતાં જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
