Porbandar News: પોરબંદર શહેરમાંથી રાજકારણમાં સાદગી અને લોકસેવાનો અનોખો સંદેશ આપતો એક સરાહનીય કિસ્સો સામે આવ્યો છે. પોરબંદરના મેયર સાગર મોદી (Sagar Modi mayor)એ સરકાર તરફથી મળતા વૈભવી સરકારી બંગલા અને સત્તાવાર વાહનનો ઉપયોગ ન કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મેયરના આ નિર્ણયને લઈને સમગ્ર શહેરમાં ચર્ચા જગાવી છે અને લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે.
Sagar Modi mayor: સત્તા નહીં, સેવા પર ભાર
સામાન્ય રીતે રાજકારણમાં પદ મળતા જ સરકારી બંગલા, ગાડીઓ અને અન્ય સુવિધાઓ મેળવવાની હોડ જોવા મળતી હોય છે. પરંતુ પોરબંદરના મેયર સાગર મોદી (Sagar Modi mayor)એ આ પરંપરાથી અલગ જઈને સાદગીભર્યો માર્ગ પસંદ કર્યો છે.મેયરે જાહેર કર્યું છે કે તેઓ મેયર પદ હેઠળ મળતા સરકારી આવાસનો સ્વીકાર નહીં કરે અને પોતાના વ્યક્તિગત વાહન દ્વારા જ તમામ સરકારી ફરજો બજાવશે. તેઓએ જણાવ્યું કે જાહેર જીવનમાં પારદર્શિતા અને જવાબદારી સૌથી મહત્વની છે.
પ્રજાના ટેક્સના પૈસાની બચત
મેયર સાગર મોદી (Sagar Modi mayor)ના જણાવ્યા અનુસાર, સરકારી બંગલા અને વાહનના નિભાવ પાછળ દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. આ ખર્ચમાં બચત કરીને તે રકમ પ્રજાલક્ષી કાર્યો માટે ઉપયોગમાં લેવામાં આવશે.બચત થયેલી રકમ શહેરના રોડ-રસ્તા, પાણીની સુવિધા, સફાઈ વ્યવસ્થા અને ગરીબ કલ્યાણ જેવી યોજનાઓ પાછળ ખર્ચવામાં આવશે તેવી માહિતી પણ તેમણે આપી હતી.
લોકોમાં ખુશીનો માહોલ
મેયરના આ નિર્ણયને લઈને પોરબંદરના નાગરિકો અને સામાજિક સંસ્થાઓએ ખુશી વ્યક્ત કરી છે. અનેક લોકોએ આ પગલાને “સાચી લોકસેવાની શરૂઆત” ગણાવી છે.સ્થાનિક લોકોનું માનવું છે કે રાજકારણમાં આવી સાદગી અને પ્રજાના પૈસાની કદર કરનાર નેતાઓની આજના સમયમાં ખૂબ જરૂર છે.
રાજકારણમાં નવી મિસાલ
મેયર સાગર મોદીના આ નિર્ણયથી રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઘણા લોકો આ નિર્ણયને રાજકારણમાં નવી અને સકારાત્મક મિસાલ તરીકે જોઈ રહ્યા છે.પ્રજાના પૈસાનો યોગ્ય ઉપયોગ થાય અને શાસનમાં પારદર્શિતા આવે તે માટે આ પ્રકારના નિર્ણયો મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો:પોરબંદર મહાનગરપાલિકાના મેયર તરીકે સાગર મોદી ચૂંટાયા
આ પણ વાંચો:પોરબંદર, રાણાવાવ, કુતિયાણા તાલુકા પંચાયતના ભાજપના હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા
આ પણ વાંચો:પોરબંદરમાં ભારતમાં પહેલી વખત બીચ સોકર લેવલ વન કોચિંગ કોર્સનું આયોજન
