પાટણ શહેર સહિત જિલ્લા માં સતત કોરોના પોઝીટીવ દર્દીઓ ની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે તો પાટણ શહેર માં જોતજોતા કોરોના નો આંક વધી રહ્યો છે માટે કોરોના નું સંક્રમણ વધે નહીં તે માટે પાટણ પાલીકા દ્વારા 10 દિવસ તમામ નાના મોટા ધંધા રોજગાર બંધ રાખવા માટે વેપારીઓ ને અપીલ કરતા આ નિર્ણય ને લોકોએ સમર્થન આપ્યું છે. અને તમામ કરિયાણા બજાર, શાક માર્કેટના વહેપારીઓ બપોર બાદ પોતાના તમામ ઘઘાં બપોર બાદ સ્વયંભૂ બંદ કરી દીધા હતા અને પાલિકાની અપીલ ને સમર્થન આપી કોરોનાની ચેન તોડવામાં તમામ નાના મોટા દુકાન દારો એક બની આજ થી 10 દિવસ માટે આજ રીતે બપોર બાદ બદ રાખવાની તૈયારી દર્શાવી છે.
પાટણ શહેર માં કોરોના પોઝીટીવ ની સંખ્યા ની જો વાત કરીએ તો અનલોક બાદ પાટણ શહેર માં કોરોના નું સક્રમન વધી ગયું અને જોત જોતા માં પાટણ શહેર માં કોરોના ના કુલ કેસ ની સંખ્યા 283 ને પાર થઈ ગઈ છે જ્યારે પાટણ જિલ્લા માં કુલ કેસ 507 પાર પોહચી ચુક્યા છે અને અત્યાર સુધી 43 પોજેટિવ દર્દીઓ ના કોરોના ને લઈ મોત નિપજ્યા છે ત્યારે પાલીકા ના આ નિર્ણય નિર્ણય ને લઈ પાલિકા કોરોના ની ચેન તોડવામાં કેટલી સફળ નીવડે છે તે તો આગામી સમય બતાવશે પરંતુ હાલ તો તમામ લોકો આ નિર્ણય ને આવકારી રહ્યા છે.
@ પ્રવીણ દરજી, મંતવ્ય ન્યુઝ – પાટણ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
