સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ રિલીઝ થઈ ચુકી છે. તેને સ્ક્રીન પર છેલ્લી વાર જોઈને, દરેક જણ સેલેબ્સથી લઈને ચાહકો સુધી ઈમોશનલ થયા છે. દરેક વ્યક્તિ તેની યાદમાં પોસ્ટ શેર કરી રહ્યો છે. અભિનેત્રી અંકિતા લોખંડેએ આ ફિલ્મનો વીડિયો શેર કરી ઈમોશનલ મેસેજ લખ્યો છે.
અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂતે ટીવી સીરિયલ ‘પવિત્ર રિશ્તા’માં સાથે કામ કર્યું હતું. સુશાંતે આ શોથી લોકપ્રિયતા મેળવી હતી. ચાહકોને બંનેની જોડી ખૂબ પસંદ આવી હતી.
અંકિતા લોખંડેએ દિલ બેચારાનું પોસ્ટર વીડિયો શેર કરી કેપ્શનમાં લખ્યું-“પવિત્ર રિશ્તા થી દિલ બેચારા સુધી… એક છેલ્લી વાર !!!”
આ પહેલા અંકિતાએ સુશાંતને યાદ કરતાં લખ્યું હતું કે, “આશા, પ્રાર્થના અને તાકાત .. હંમેશાં હસતા રહો. તમે જ્યાં પણ રહો..”.
સુશાંતના મૃત્યુનો એક મહિનો પૂરા થવા પર, અંકિતાએ ઈમોશનલ થઈને લખ્યું, “ભગવાનનો બાળક.”
આપને જણાવી દઈએ કે, સુશાંતે ‘કાઈ પો છે’ ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તે પછી તે રબ્તા, છિછોરે, એમએસ ધોની બાયોપિક અને કેદારનાથ જેવી ફિલ્મોમાં જોવા મળી ચુક્યો હતો. તેણે પોતાના જોરદાર અભિનયથી દરેકનું દિલ જીતી લીધું હતું.
સુશાંતના મોતથી બધાને આઘાત લાગ્યો છે. તેણે 14 જૂને તેના બાંદ્રાના ફ્લેટમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મુંબઈ પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. રિયા ચક્રવર્તી, સંજના સંઘી, સંજય લીલા ભણસાલી સહિત ઘણા લોકોની પૂછપરછ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
