Not Set/ ‘જીતશે ગુજરાત, હારશે કોરોના’ના સાથે CM રૂપાણીએ છેડ્યો જંગ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વવ્યાપી મહામારી કોરોના સામે સાડા 6 કરોડ ગુજરાતીઓના સક્રિય સહયોગથી ‘જીતશે ગુજરાત, હારશે કોરોના’ના સુત્ર સાથે  જંગ છેડ્યો છે. સીએમ વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોના સંક્રમિતોને શ્રેષ્ઠ સારવાર, દવાઓ અને તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના સંવેદનશીલ ભાવ સાથે મુખ્યમંત્રી રાહતનિધિમાં કોરોના અંગે વિશેષ ફંડ-દાન ભંડોળ માટે રાજ્યના નાગરિકોને કરેલી અપિલનો વ્યાપક પ્રતિસાદ સાપડ્યો છે. મુખ્યમંત્રી […]

Uncategorized

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વવ્યાપી મહામારી કોરોના સામે સાડા 6 કરોડ ગુજરાતીઓના સક્રિય સહયોગથી ‘જીતશે ગુજરાત, હારશે કોરોના’ના સુત્ર સાથે  જંગ છેડ્યો છે. સીએમ વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોના સંક્રમિતોને શ્રેષ્ઠ સારવાર, દવાઓ અને તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના સંવેદનશીલ ભાવ સાથે મુખ્યમંત્રી રાહતનિધિમાં કોરોના અંગે વિશેષ ફંડ-દાન ભંડોળ માટે રાજ્યના નાગરિકોને કરેલી અપિલનો વ્યાપક પ્રતિસાદ સાપડ્યો છે.

મુખ્યમંત્રી રાહતનિધીમાં કોરોના સામેનો જંગ લડવા પ્રાપ્ત થયેલા દાન ભંડોળમાંથી વિજય રૂપાણીએ અત્યાર સુધીમાં રૂ. 244 કરોડ રૂપિયા રાજ્યના શહેરો સહિત છેવાડાના ગ્રામિણ વિસ્તારના નાગરિકોના કોરોના સંક્રમણ નિયંત્રણ, સારવાર, દવાઓ તેમજ આરોગ્ય સુરક્ષા માટે ફાળવ્યાં છે.

મુખ્યમંત્રીએ રાજ્યમાં કોરોના સંક્રમિતોને જરૂરી દવાઓ, ઇન્જેક્શન તેમજ સારવાર સુવિધાઓ સરકારી ખર્ચે મળી રહે તે માટે રાજ્યની મહાનગરપાલીકાઓ અને આરોગ્ય વિભાગને  મુખ્યમંત્રી રાહતનિધીમાંથી ખાસ રકમ ફાળવી છે. તદઅનુસાર તેમણે અમદાવાદ મહાનગરપાલિકાને રૂ. 50 કરોડ, સુરત મહાનગરપાલિકાને રૂ. 15 કરોડ, વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકાને રૂ.10-10 કરોડ, ભાવનગર, ગાંધીનગર અને જામનગર મહાનગરપાલિકાને રૂ. 5-5 કરોડ કોરોનાના સંક્રમણ નિયંત્રણ-સારવાર માટે ફાળવેલા છે.

CM રૂપાણીએ મુખ્ય મંત્રી રાહત નિધિમાથી કોરોના ફંડની જે રકમ મહાનગરો ને કોરોના સામે જરૂરી દવાઓ  ઇન્જેક્શન તેમજ અન્ય આરોગ્ય વિષયક સુવિધાઓ ઉભી કરવા આપી છે તેના પરિણામે રાજ્યમાં લગભગ 80 ટકા કોરોના સંક્રમિત લોકો  આ  સારવારનો લાભ  લઈ ને સાજા થઈ પોતાના ઘરે ગયા છે. મુખ્યમંત્રીએ જે મહાનગરોમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધુ છે એવા મહાનગરોમાં ડેડિકેટે કોવિડ હોસ્પિટલ, સ્ક્રીનિંગ, ટેસ્ટીંગ, ઘનવંતરી આરોગ્ય રથ, કન્ટેમેન્ટ ઝોન વગેરે માટે પણ મુખ્યમંત્રી રાહતનિધી ફંડમાંથી ફાળવણી કરી છે.અમદાવાદ મહાનગરમાં રૂ. 1 કરોડના ખર્ચે ટોસીલીમીઝૂમેબ ઇન્જેક્શનની ખરીદી કરીને  આશરે 250 દર્દીઓને આ ઇન્જેક્શનથી સારવાર આપવામાં આવી છે.

ગુજરાત મેડિકલ સર્વીસ કોર્પોરેશન લિ. દ્વારા પણ 550 ટોસીલીમીઝૂમેબ ઇન્જેક્શન અમદાવાદ શહેર માટે આપવામાં આવ્યા છે, જેમાંથી 450 દર્દીઓને ઇન્જેક્શન દ્વારા સારવાર આપવામાં આવી છે. એટલું જ નહીં અમદાવાદમાં 110 જેટલા ધનવંતરી રથ ના માધ્યમ થી  6 લાખ જેટલા લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી  છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના સામે ની લડાઇ માટે કોરોના સંક્રમિત વ્યક્તિઓની સારવાર અંગે દવાઓ માટે રૂ. 11.46 કરોડ તેમજ જરૂરી મેડિકલ ઇક્વિમેન્ટ માટે રૂ. 4 કરોડ ની રકમ ખર્ચ કરવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકાએ દવાઓ અને સંક્રમિત વ્યક્તિઓની સારવાર કરતા તબીબો માટે પી.પી.ઇ. કીટ માટે રૂ. 13.89 લાખ, ધનવંતરી રથ અન્વયે રૂ. 33.75 લાખ તેમજ અન્ય મેડિકલ ઇક્વિમેન્ટ પાછળ રૂ.15 લાખથી વધુની રકમ ફાળવી છે. વડોદરા મહાનગરપાલિકાએ મુખ્ય મંત્રી રાહત નિધિ માંથી મળેલી રકમમાંથી કોરોના સંક્રમિત વ્યક્તિઓ ની સારવાર માટેના  મેડિકલ ઇક્વિમેન્ટ ખરીદી માટે રૂ. 1.72 કરોડથી વધુ ફાળવ્યા છે.

મુખ્યમંત્રીએ રાજ્યના આરોગ્ય વિભાગને પણ મુખ્ય મંત્રી રાહત નિધિ  માંથી જે રૂ. 100 કરોડ ફાળવ્યા છે.  આરોગ્ય વિભાગે  રાજ્યમાં દૂરના અંતરિયાળ વિસ્તારો ને પણ કોરોના  સંક્રમણ સામે ઉપચારાત્મક અને આરોગ્ય રક્ષક દવાઓ પૂરી પાડવા જરૂરી દવાઓ ખરીદી માટે  રૂ. 11.82 કરોડ નો ખર્ચ કર્યો છે. આરોગ્ય સેવાના તબીબો પેરા મેડિકલ સ્ટાફ વગેરે   જેઓ કોરોના સંક્રમિત લોકો ની સારવાર માં જોડાયેલા હોય તેમને રક્ષણ આપવા 20,98,485 એન-95 માસ્ક, પી.પી.ઈ કીટ, હેન્ડ ગ્લોવસ અને સેનેટાઇઝર વગેરે ની ખરીદી પાછળ રૂ. 15.42 કરોડ નો ઉપયોગ કર્યો છે.

કોરોના સંક્રમિત લોકો ને સારવાર  માટે  મહત્વપૂર્ણ એવા 938 ટોસીલીમીઝૂમેબ અને રેમડેસીવીર ઇન્જેક્શનની ખરીદી માટે રૂ.1.80 કરોડ, 5000  જેટલા લોકો ની સ્ક્રિનીંગ તથા ડાઇગ્નોસ્ટીક સેવાઓ  રૂ. 19.79 કરોડ તેમજ અન્ય મેડિકલ ઇક્વિમેન્ટ સુવિધાઓ માટે રૂ. 1.89 કરોડ વાપર્યા છે

મુખ્યમંત્રીએ ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશનને ખાસ કરીને કોરોના સંક્રમિતો માટે દવાઓ  ઇન્જેક્શન વગેરે ની સેવાઓ પૂરી પાડવા રૂ. 33.92 કરોડ રાહત નિધિ માંથી ફાળવ્યા છે.ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશ દ્વારા 26 હજાર વાઇલ ટોસીલીમીઝૂમેબ અને રેમડેસીવીરની ખરીદી પાછળ રૂ. 22.94 કરોડ અને 40 હજાર ટેબલેટની ખરીદી  કુલ રૂ. 10.98 ના ખર્ચે કરીને કોરોના  સંક્રમણ ના દર્દીઓની સારવાર માટે ઉપયોગ માં લીધા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વોરિયર્સ તરીકે અવિરત ફરજરત એવા આરોગ્ય, પોલીસ, સફાઇ-કર્મીઓ, તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ અંગેની કામગીરીમાં સીધા સંકળાયેલા સરકારી કર્મયોગીઓના ફરજ દરમ્યાન અવસાન કિસ્સામાં પણ મુખ્યમંત્રી રાહતનિધીમાંથી રૂ. 25 લાખની સહાય આવા દિવંગત કોરોના વોરિયર્સના પરિવારને આપવાનો  સંવેદના સ્પર્શી અભિગમ  અપનાવેલો છે.

રાજ્યમાં આવા 11 દિવંગત કોરોના વોરિયર્સને અત્યાર સુધીમાં 2 કરોડ 75 લાખની સહાય આપીને તેમના પરિવારની વિપદામાં સરકાર પડખે ઊભી રહી છે. સીએમ રૂપાણીએ  કોરોના દરમ્યાન લોક ડાઉન સમયમાં  રાજ્ય માં વસતા  પરપ્રાંતિય શ્રમિકો પણ પોતાના વતન પરિવાર પાસે એકવાર  જઈ શકે  તે માટે રેલવે મંત્રાલય સાથે પરામર્શ માં રહીને સમગ્ર દેશમાં સૌથી વધુ 999  શ્રમિક સ્પેશિયલ ટ્રેન ની વ્યવસ્થા  કરીને 14.50લાખ શ્રમિકો ને તેમના વતન પહોંચાડવા માટે પણ મુખ્યમંત્રી રાહતનિધીમાંથી પશ્વિમ રેલવેને રૂ. 6.87 કરોડ આપ્યા છે. અને આ હેતુસર 25 કરોડ રૂપિયા ફાળવ્યા છે.

મુખ્યમંત્રી રાહત નિધિ નું આ કોરોના ફંડ  રાજ્યમાં કોરોના સામે ની લડાઇ  માટેના સંસાધનો ઊભા કરીને કોરોના સંક્રમિત લોકો ના  ત્વરિત સાજા થઈ રોજિંદી પ્રવૃતિઓ માં ફરીથી પૂર્વવત  થવામાં અગત્ય નું પરિબળ બન્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.