સોના-ચાંદીમાં તેજીનો ચળકાટ યથાવત જોવામાં આવી રહ્યો છે, પાછલા કેટલાય દિવસથી સતત તેજીમાં રહેલ સોનું અને ચાંદી આજે પણ તેજીની ચાલમાં જ આગળ વધતા જોવામાં આવ્યા. સોનું અને ચાંદીએ ઓલટાઇમ હાઈ સપાટી એચીવ કરી છે. જી હા, સોનુ 54,300 અને ચાંદી 64000એ પહોંચી ગયા છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના રેકોર્ડ ભાવ નોંધાવામાં આવી રહ્યા છે. દેશ-દુનિયામાં કોરનાનાં કાળમાં જ્યારે કાળું સોનું એટલે કે ક્રુડ ઓઇલ તળીયે બેસી ગયુ છે ત્યારે અમેરિકા-ચીન વચ્ચેનો તણાવનાં કારણે મેટલમાં ભાવ વધારા થઇ રહ્યો હોવનું વ્યાપાર નિષ્ણાંતોનું માનવું છે. કારણભૂત બાબતો જો આમ જ ચાલશે તો આગામી સમયમાં આવી રહેલી દિવાળી સુધીમાં સોનુ 57 હજાર અને ચાંદી 72 હજાર થઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….