બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન અભિનય સાથે સમાજને સારો બનવવાનું કામ કરવામાં હંમેશાં મોખરે હોય છે. શાહરૂખ ખાન એસિડ એટેક સર્વાઉવરના રિહેબિલેશન સાથે જોડાયેલ મેડીકલ ટ્રીટમેન્ટમાં મદદ કરી છે. શાહરૂખ ઘણીવાર એસિડ એટેક સર્વાઉવર સાથે જોવા મળે છે. તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.
તાજેતરમાં જ એસિડ એટેક સર્વાઇવર અનુપમાએ જગદીપ સાથે લગ્નના બંધનમાં બંધાવ્યા છે. શાહરૂખ ખાનની મીર ફાઉન્ડેશને લગ્નના ફોટા શેર કરીને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા છે. શાહરૂખ ખાને તે ફોટાઓ રીટવીટ કર્યા હતા અને અનુપમાને તેના લગ્ન માટે અભિનંદન આપ્યા હતા.
શાહરૂખ ખાને લખ્યું- અનુપમાને જીવનની નવી સફર શરૂ કરવા બદલ અભિનંદન. ભગવાન તમારું જીવન પ્રેમ, પ્રકાશ અને હાસ્યથી ભરેલું રહે.
Congratulations and my love to Anupama as she starts on this new journey of life. May it be filled with love light and laughter. U r the man Jagdeep…and may u both have double the reasons to be happy with this union. https://t.co/hANJGRLD8P
— Shah Rukh Khan (@iamsrk) November 20, 2019
શાહરૂખ ખાન ઘણીવાર એસિડ એટેક સર્વાઉવરને મળવાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે. આ કામ માટે ચાહકો હંમેશા શાહરુખ ખાનની પ્રશંસા કરે છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ ખાન છેલ્લે અનુષ્કા શર્મા અને કેટરીના કૈફની સાથે ફિલ્મ ‘ઝીરો’ માં જોવા મળ્યા હતા. શાહરૂખે ઝીરો બાદ તેમના કોઈ પણ પ્રોજેક્ટની જાહેરાત કરી નથી. બર્થ-ડે પર શાહરૂખ ખાને કહ્યું કે તે એક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
