Not Set/ ગાંધીનગર જિલ્લાની જ આટલી શાળાઓમાં મેદાન નથી : શિક્ષણ અધિકારી

  ગાંધીનગર જીલ્લાની 590 શાળાઓમાંથી 138 શાળાઓમાં રમતગમતનું મેદાન ન હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક શિક્ષણ નિયામકે ગુજરાતના તમામ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સરકારી અને ખાનગીશાળામાં રમતગમતના મેદાનો બનાવવા અંગે કાર્યવાહી કરવા આદેશ કર્યો છે.  ત્યારે ગાંધીનગર જીલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચના પ્રજાપતિના જણાવ્યા મુજબ ગાંધીનગર જીલ્લામાં કુલ 138 શાળાઓમાં રમત ગમતનું મેદાન નથી. ગાંધીનગર જીલ્લા પ્રાથમિક […]

Uncategorized
 

ગાંધીનગર જીલ્લાની 590 શાળાઓમાંથી 138 શાળાઓમાં રમતગમતનું મેદાન ન હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક શિક્ષણ નિયામકે ગુજરાતના તમામ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સરકારી અને ખાનગીશાળામાં રમતગમતના મેદાનો બનાવવા અંગે કાર્યવાહી કરવા આદેશ કર્યો છે.  ત્યારે ગાંધીનગર જીલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચના પ્રજાપતિના જણાવ્યા મુજબ ગાંધીનગર જીલ્લામાં કુલ 138 શાળાઓમાં રમત ગમતનું મેદાન નથી.

ગાંધીનગર જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે ગાંધીનગર તાલુકામાં 29, કલોલ તાલુકામાં 39 માણસા તાલુકામાં 25 અને દહેગામ તાલુકામાં 45 સ્કુલોમાં રમતગમત માટેના મેદાનો નથી. જેમાં જીલ્લા પંચાયત હસ્તકની 122 શાળાઓ, 3 ગ્રાન્ટેડ શાળાઓ અને 13 ખાનગી શાળાઓમાં મેદાન નથી.

જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આ અંગે 13 ખાનગી શાળાઓને નોટીસ આપવામાં આવી છે.  અને સરકારી શાળાઓમાં મેદાન માટે ગૌચરની જમીન તેમજ ગૌચરની જમીન ફાળવવા તમામ તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવી છે. જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના જણાવ્યા મુજબ અગાઉ 22-7-2019 અને 22-10-2019ના રોજ તાલુકા વિકાસ અધિકારીને જમીન ઉપલબ્ધ કરાવવા જાણ કરાઈ હતી.  પરંતુ શિક્ષણવિભાગના હાલના આદેશ બાદ ફરીથી સ્કુલોને રમતગમત માટે જમીન ફાળવવા જાણ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.