અમદાવાદમાં વધુ એક યુવકે આર્થિકતંગીથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું સામે અવાયું છે. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં એક યુવકે લોન લીધા બાદ ભરપાઇ ન થતાં સતત તણાવમાં આવીને આપઘાત કરી જીવન ટુંકાવી લીધુ છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી અનુસાર, અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ સરગમ એપાર્ટમેન્ટમાં રહેતો અને ખાનગી બેંકોમાં લોન એજન્ટ તરીકે કામ કરતો હતો જતીન અન્ય વ્યક્તિઓને લોન આપવાની સુવિધા આપતો હતો અને મંજૂર થયા બાદ લોન પર કમિશન મેળવતો હતો.’જો કે એક વર્ષ પહેલા જતીન ઘાટલોડિયા મકાન ખરીદવા માટે લોન લીધી હતી.
જે બાદ લોકડાઉન થવાથી લોકોના માસિક હપ્તો 17 હજારનો હતો. જે લોકડાઉન થયું ત્યારથી તે કોઈ કમાણી કરી શક્યો ન હતો અને તે ઘરના ખર્ચનું સંચાલન અને લોન કેવી રીતે ચૂકવશે તેની ચિંતામાં હતો.’ જેના કારણે જીંદગીથી હાર માની આપઘાત કરી લીધો.
હાલ આ મામલે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
