બિહારમાં કોરોના વાયરસની સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. રોજ નવા નવા કેસ નોંધાઈ રહ્યા છે. આ જોતા, બિહાર સરકારે એક મોટો નિર્ણય લેતા રાજ્યમાં લોકડાઉન 16 દિવસ સુધી લંબાવ્યું છે. હવે બિહારમાં 1 ઓગસ્ટથી આગામી 16 દિવસ એટલે કે 16 ઓગસ્ટ સુધી લોકડાઉન ચાલુ રહેશે. રાજ્ય સરકારે આ સંદર્ભમાં માર્ગદર્શિકા પણ જારી કરી છે.
બિહારનાં ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લા ત્રણ અઠવાડિયાથી રાજ્યમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ સાથે, પોઝિટિવિટી રેટમાં પણ અગાઉની તુલનામાં વધારો થયો છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો છે જેથી કોરોનાનાં તાત્કાલિક ચેપને અટકાવી શકાય.
Lockdown extended in Bihar for a period of 16 days effective from 1st August in wake of #COVID19 pic.twitter.com/sTJSijo5OT
— ANI (@ANI) July 29, 2020
Loading tweet…
