કિયારા અડવાણી લસ્ટ સ્ટોરીઝમાં બોલ્ડ સીન આપીને ચર્ચામાં આવી હતી. આલિયા ભટ્ટને કારણે કિયારાને તેનું નામ બદલવું પડ્યું હતુ. જણાવી દઇએ કે, કિયારાનું અસલી નામ આલિયા અડવાણી હતું. ફિલ્મોમાં દેખાતા પહેલા તેણે પોતાનુ નામ બદલ્યુ હતુ. આલિયા પહેલેથી જ ઇન્ડસ્ટ્રીમાં હાજર હતી, તેથી સલમાન ખાને તેને પોતાનું નામ બદલવાની સલાહ આપી હતી. કિયારાએ કારકીર્દિની શરૂઆત કોમેડી ફિલ્મ ‘ફાગલી‘ થી કરી હતી. કિયારા અડવાણી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.
તે સોશિયલ મીડિયા પર પોતાની અને તેના પરિવારની નવીનતમ તસવીરો શેર કરે છે. થોડા મહિના પહેલા કિયારા અડવાણીનાં ફોટોશૂટથી ખળભળાટ મચી ગયો હતો. ફિલ્મ કબીર સિંહની પ્રિતી એટલે કે કિયારા અડવાણીનો દેખાવ જોવા જેવો હતો. તેણે પોતાના શરીરને પાંદડાથી ઢાક્યું હતુ. ભીના વાળમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગે છે. તે સમયે આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. જેને આજે પણ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
