અમદાવાદ અગ્નિકાંડની ઘટનાના પડઘા રાજકોટમાં પણ જોવામાં આવી રહ્યા છે. રાજકોટ જીલ્લાની તમામ મહત્વપૂર્ણ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનોની તપાસના આદેશ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કલેક્ટરે કોવિડ 19 હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનોની તપાસના આદેશ કર્યા છે. રાજકોટ શહેરની 16 ખાનગી કોવિડ હોસ્પિટલોમાં પણ ફાયર સેફ્ટીના સાધનોની તપાસ કરવામાં આવશે, શહેરની સાથે સાથે રાજકોટ ગ્રામ્ય એટલે કે, ઘોરાજી, જેતપૂર અને ગોંડલની કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનોની તપાસના આદેશ આપી દેવામાં આવ્યાની સાથે સાથે તમામ જગ્યાએથી સાંજ સુઘીમાં સમગ્ર તપાસ અહેવાલ રજૂ કરવાનો પણ કડક આદેશ આપવામાં આવ્યો છે.
આપને જણાવી દઇએ કે, રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનાં NOC મામલે ચીફ ફાયર ઓફિસરનું નિવેદન સામે આવ્યું છે અને રાજકોટ શહેરમાં 14 કોવિડ હોસ્પિટલ હોવાનું અને 14 માંથી ફક્ત 5 હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનું NOC હોવાની વિગતો સામે આવતા ખડભડાટ મચી જવા પામ્યો છે. કુલ 10 જેટલી ફાયર સેફ્ટીનાં NOC માટેની અરજી આવેલી છે. જે હોસ્પિટલઓએ NOC નથી લીધા ત્યાં ચેકિંગ કરાઈ રહ્યું છે.
ચીફ ફાયર ઓફિસરે વધુમાં જણાવ્યું હતું કે, જે હોસ્પિટલમાં NOC નહિ હોય તેમની સામે કાર્યવાહી કરાશે. અને NOC નહિ હોય અને જો ઘટના બનશે તો જવાબદાર હોસ્પિટલના સંચાલકની રહેશે. ત્યારે પ્રશ્ન એ પણ છે કે, ચીફ ફાયર ઓફિસરનું કહેવાનું આજકતરી રીતે એવુ થઇ રહ્યું છે કે, ફાયર સેફ્ટીનાં સાધનો અને NOC ન હોય તો પણ હોસ્પિટલ ચાલુ કરી જ શકાય છે. જો આવું ન હોય તો ફાયર સેફ્ટીનું NOC ન હોય તેવી હોસ્પિટલો શરુ જ કેમ કરવા દેવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
