રાજ્યમાં દિવસેને દિવસે આત્મહત્યાના કિસ્સો સતત વધી રહ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો રાજપીપળાથી પ્રકાશમાં આવ્યો છે. અહીં એક પતિએ તેની જ પત્ની સાથે મોતની છલાંગ લાગી લેતા ચકચાર મચી ગઈ છે. તો બીજી તરફ પરિવારજનોએ પુત્રવધૂ પર આક્ષેપ લગાવ્યો છે કે તેણે જાણીજોઈને તેના પતિને નર્મદા નદીમાં ધક્કો મારી હત્યા કરી છે. આ મામલે પોલીસ સ્ટેશનમાં પુત્રવધૂ વિરુધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, રાજપીપળા ખત્રી વાડમાં રહેતા 26 વર્ષીય વિજય ઉર્ફે રવિ કાનજી સવાણીએ બ્યુટી પાર્લર ચલાવતી 30 વર્ષીય યુવતી સાથે લગ્ન કર્યા હતા. કોઈક કારણે બન્ને વચ્ચે અણબનાવ બનતા પત્ની પિયર જતી રહી હતી. રક્ષાબંધનમાં તેના ભાઇને રાખડી બાંધવા વડોદરા ગઈ હતી. દરમિયાન રવિ પણ એક્ટિવા લઈ ત્યાં પહોંચ્યો હતો.
જે બાદ મોડી સાંજે વિજયે પત્નીને પોતાની સાથે એક્ટિવા પર રાજપીપળા આવવાનો આગ્રહ કર્યો પણ પત્નીએ વાત માની નહીં બાદમાં ભાઈ સાથે રાજપીપળા આવવા નીકળી. તે વાત વિજયને મનમાં લાગી આવતાં પોઇચા પૂલ પર આવી પત્ની સામે જ પુલ પરથી નીચે છલાંગ લગાવી હતી. પત્ની સામે જ વિજયે પૂલ પરથી પડતું મુક્યું હતું. ત્યારબાદ પત્નીએ પોલીસને જાણ કરી હતી.
પોલીસને જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. અને સ્થાનિક મદદથી યુવાનનો મૃતદેહ શોધી કાઢ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
