Kalol News : કલોલના સાંતેજ GIDC વિસ્તારમાં આવેલી જાણીતા સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં આજે ભીષણ આગ લાગી છે. આગના બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની સાત ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.કલોલના સાંતેજ GIDC વિસ્તારમાં આવેલી જાણીતી સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી છે.
આગના પગલે ફાયર બ્રિગેડની સાત ગાડીઓ આગ પર કાબૂ મેળવવા કામે લાગી છે. હાલના તબક્કે કોઈ જાનહાનિ ન હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. તેમ છતાં નાઇટ શિફ્ટમાં કોણ કોણ નોકરીએ હતું સહિતની વિગતો મેળવવામાં આવી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ફેક્ટરી બંધ હતી અને આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે.
આ પણ વાંચો: Gandhinagar News/નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતની સફળ વિકાસયાત્રાના 24 વર્ષની સફળતાની ઉજવણીના વિકાસ સપ્તાહનો પ્રારંભ…
આ પણ વાંચો: Gujarat News/ગુજરાતના દૂધાળા પશુઓમાં વ્યંધત્વ ઘટાડીને દૂધ ઉત્પાદન વધારવા “ફર્ટિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ” અમલમાં મૂકાયો
આ પણ વાંચો: ગાંધીનગર ભાજપના નવા પ્રદેશ પ્રમુખનું શક્તિ પ્રદર્શન, મોટી સંખ્યામાં નેતાઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત
