Bhavnagar News/ ભાવનગરના મહુવામાં દીપડાનો જીવલેણ હુમલો, 10 વર્ષના બાળકનું કરુણ મોત

ભાવનગર (Bhavnagar) ના મહુવાના બાંભણિયા ગામમાં દીપડાના હુમલામાં 10 વર્ષના બાળકનું કરુણ મોત, વિસ્તારમાં ભયનો માહોલ.

Top Stories Gujarat
Bhavnagar

 Bhavnagar News: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં દીપડાના હુમલાની વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે. ગામના 10 વર્ષના નિત્ય ગોડલીયા નામના બાળક પર દીપડાએ અચાનક હુમલો કરી તેને ખેંચી જતાં તેનું મોત નીપજ્યું છે. આ ઘટનાથી સમગ્ર ગામમાં ભય અને શોકનો માહોલ છવાઈ ગયો છે.

માહિતી અનુસાર, નિત્ય ગોડલીયા ઘરેથી નજીકની વાડી તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન બાંભણિયા વિસ્તાર પાસે ઘાતમાં બેઠેલા દીપડાએ તેના પર હુમલો કર્યો અને બાળકને જંગલ તરફ ખેંચી ગયો. બાળક લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનો અને ગ્રામજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી.

લાંબી શોધખોળ બાદ બાળક ગંભીર હાલતમાં મળી આવ્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો.

મૃતક બાળકના પિતા પ્રકાશ ગોડલીયાએ જણાવ્યું કે, ઘરે પહોંચ્યા બાદ પુત્ર નજરે ન પડતા સમગ્ર ગામમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. બાદમાં જંગલ અને વાડી વિસ્તારમાં શોધ કરતાં બાળક મળી આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે મહુવા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાના હુમલાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. સતત બનતી આવી ઘટનાઓને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે અને વન વિભાગ અસરકારક પગલાં ભરે તેવી માંગ ઉઠી રહી છે.


આ પણ વાંચો : અમરેલીમાં દીપડાનો આતંક, નાનીધારી ગામમાં ઘરમાં ઘૂસેલો દીપડો વન વિભાગે પકડ્યો

આ પણ વાંચો : અમરેલીના ધારીમાં દીપડાનો આતંક, 5 વર્ષના બાળકને ખેતરમાંથી ઉઠાવી જતાં મોત

આ પણ વાંચો : અલ્મોડામાં રીંછે બે મહિલાઓના ચહેરા ફાડી ખાધા: દીપડાના હુમલામાં વૃદ્ધના માથામાં 35 ટાંકા